Home /News /gujarat /

RTPCR ટેસ્ટ માટે AMC સંચાલિત LG હોસ્પિટલને મળી મંજૂરી , પ્રતિ શિફ્ટ 400 ટેસ્ટીગ થશે 

RTPCR ટેસ્ટ માટે AMC સંચાલિત LG હોસ્પિટલને મળી મંજૂરી , પ્રતિ શિફ્ટ 400 ટેસ્ટીગ થશે 

કોરોનાનાં ટેસ્ટિંગમાં વધારો

corona virus case: AMC સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશ બારોટ જણાવ્યુ હતુ કે શહેરમાં પ્રતિદિન કોરોના કેસ વધી રહ્યા છે . AMC દ્વારા ઉભા કરેલા અને અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના RTPCR ટેસ્ટ માટે લોકોની લાંબી લાઇન લગાવી રહ્યા છે

અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં સતત વધારો નોધાઇ રહ્યો છે . શહેરમાં ડબલ ઋતુનો અનુભવ પણ લોકોમાં થઇ રહ્યો છે . ત્યારે લોકો ફરી એકવાર ટેસ્ટીગ માટે લાંબી લાઇનો લગાવી રહ્યા છે . પરંતુ ટેસ્ટીગ વ્યવસ્થા સંખ્યા વધી જતા રીપોર્ટ આવતા સમય લાગી રહ્યો છે. તેવામાં અમદાવાદ શહેરમાં માટે મોટા રાહત સમાચાર છે . અમદાવાદ શહેરમાં મહાનગર પાલિકા સંચાલિત LG હોસ્પિટલને પણ RTPCR ટેસ્ટીગ માટે જોધપુર એમ્સ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે .

AMC સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશ બારોટ જણાવ્યુ હતુ કે શહેરમાં પ્રતિદિન કોરોના કેસ વધી રહ્યા છે . AMC દ્વારા ઉભા કરેલા અને અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના RTPCR ટેસ્ટ માટે લોકોની લાંબી લાઇન લગાવી રહ્યા છે . અમદાવાદ શહેરમાં SVP હોસ્પિટલ અને BJ મેડિકલ કોલેજ ખાતે કોરોના ટેસ્ટીગ થઇ રહ્યુ છે . ત્યારે હવે LG હોસ્પિટલ ખાતે પણ કોરોના RTPCR ટેસ્ટ માટે મંજૂરી મળી ગઇ છે . બીજી લહેર બાદ હોસ્પિટલમાં લેબ તૈયાર થઇ હતી. પરંતુ એમ્સ દ્વારા મંજૂરી અપાઇ ન હતી .

હાલમાં જ 12 જાન્યુઆરીના રોજ જોધપુર એમ્સ તરફ મંજૂરીનો પત્ર મળી ગયો છે . હાલ પ્રથમ દિવસે 400 ટેસ્ટ પણ કરવામા આવ્યા છે . એક શિફ્ટમાં 400 ટેસ્ટ થઇ શકશે . જો લેબ 24 કલાક ત્રણ શિફ્ટમા કાર્યરત રહેશે ત્યારે 1200 ટેસ્ટ પ્રતિદિન થઇ શકે . કારણ કે હાર એસ વી પી હોસ્પિટલ અને બી જે મેડિકલ કેમ્પ્સ જ આરટીપીસીઆર ટેસ્ટ થાય છે.

મહત્વ પૂર્ણ છે કે રાજ્ય સરકાર દ્વારા પણ ટેસ્ટીગ પર વધુ ભાર મુકવામા આવી રહ્યો છે . ટેસ્ટીગ વધુ થશે તો કોરોના ઇફેક્ટ વાળા વ્યક્તિ ઝડપથી શોધી શકાશે . તેમજ ટેસ્ટીગ પ્રક્રિયા પણ ઝડપી બનશે . કારણ કે આજે અમદાવાદમા સરેરાશ રોજના 15 થી 17 હજાર ટેસ્ટીગ થાય છે . SVP અને BJ મેડિકલ સિવાય એએમસી દ્વારા અન્ય 9 ખાનગી લેબમાં પણ ટેસ્ટીગ કરવા માટે પરવાનગી આપી છે. આમ મોટા પ્રમાણ ટેસ્ટીગ રીપોર્ટ ઝડપથી આવશે તો મોટો ફાયદો થશે.
Published by:Margi Pandya
First published:

Tags: Corona test, Covid 19 virus, RTPCR, એએમસી`

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन