Home /News /gujarat /

ચર્ચા : અલ્પેશ ઠાકોર બે ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ શકે છે

ચર્ચા : અલ્પેશ ઠાકોર બે ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ શકે છે

અલ્પેશ ઠાકોર (ફાઇલ તસવીર)

સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે ભાજપ તરફથી અલ્પેશનો હાલ સામેથી કોઈ સંપર્ક કરવામાં આવી રહ્યો નથી.

    ન્યૂઝ18 ગુજરાતી : છેલ્લા ઘણા સમયથી રાધનપુરથી કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપ તરફ ઢળી રહ્યો છે. હવે સૂત્રો એવું કહી રહ્યા છે કે આગામી એક બે દિવસમાં અલ્પેશ પોતાના સમર્થનમાં રહેલા કોંગ્રેસના બે ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ સંસદીય સચિવ તરીકે શપથ લેશે તેવી પણ ચર્ચા ચાલી છે. ચૂંટણી પહેલા જો ભાજપ અલ્પેશને પોતાની તરફ કરી શકશે તો ગુજરાતની રાજનીતિમાં આ સૌથી મોટા સમાચાર બનશે.

    જોકે, સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે ભાજપ તરફથી અલ્પેશનો હાલ સામેથી કોઈ સંપર્ક કરવામાં આવી રહ્યો નથી. એટલે કે ભાજપમાં જોડાવવું કે નહીં તે વાત અલ્પેશે જ નક્કી કરવાની છે. જો અલ્પેશ આ માટે તૈયાર થાય છે તે તો તેનું લાલ જાજમ પાથરીને સ્વાગત કરવામાં આવશે, તેમજ તેના વજન પ્રમાણે તેને હોદ્દો પણ આપવામાં આવશે.

    બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આઠમી માર્ચના રોજ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જો ચૂંટણી જાહેરાત થાય તો જાહેરાતની સાથે જ આચારસંહિતા લાગૂ થઈ જશે. હવે લોકસભાની ચૂંટણીની જાહેરાતની થોડી જ કલાકો બાકી હોય ત્યારે અલ્પેશ ભાજપમાં જોડાઈ જશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. જોકે, હાલ આ વાતે અલ્પેશ કે ભાજપ બંનેમાંથી કોઈ પણ પક્ષ મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી.

    આ પણ વાંચો : ઠાકોર સેનામાં ભાગલા, અલ્પેશથી નારાજ લોકોએ બનાવ્યું 'રોયલ ઠાકોર સેના'  સંગઠન

    રાધનપુરથી કોંગ્રેસનો ધારાસભ્ય છે અલ્પેશ

    અલ્પેશ ઠાકોર રાધનપુરથી કોંગ્રેસનો ધારાસભ્ય છે. અલ્પેશે વ્યસન મુક્તિ તેમજ સમાજના યુવાનોની રોજગારી માટે ઠાકોર સેના બનાવી છે. હાલ તે ઠાકોર સેનાનો પ્રમુખ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અલ્પેશ કોંગ્રેસમાં જોડાયો હતો અને કોંગ્રેસ પાર્ટી તરફથી અલ્પેશ તેમજ તેના સમર્થકોને ટિકિટ આપવામાં આવી હતી. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે થોડા દિવસથી અલ્પેશે પોતાના વિધાનસભા વિસ્તારમાં લોકોને મળ્યો હતો અને ભાજપમાં જોડાવવું કે નહીં તે બાબતે કાર્યકરો સાથે ચર્ચા કરી હતી.

    Alpesh Thakor
    અલ્પેશ ઠાકોર (ફાઇલ તસવીર)


    જાન્યુઆરી મહિનામાં અલ્પેશ ઠાકોરે એકતા યાત્રા કાઢી હતી. આ દરમિયાન તેણે ભાજપના નેતા શંકર ચૌધરી સાથે મુલાકાત કર્યા બાદ તે ભાજપમાં જોડાઈ રહ્યો હોવાની વાત ઉડી હતી. જે બાદમાં અલ્પેશ ઠાકોર બાયડના ધારાસભ્ય સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાતે પહોંચ્યો હતો. જોકે, બંને પક્ષ તરફથી આ સૌજન્ય મુલાકાત હોવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ સૂત્રો એવું કહી રહ્યા છે કે આ મુલાકાત દરમિયાન ભાજપમાં જોડાવવા અંગે પણ ચર્ચા થઈ હતી.

    કોંગ્રસથી નારાજ છે અલ્પેશ

    અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છે. હાલ તે ધારાસભ્ય ઉપરાંત બિહારનો સહ-પ્રભારી છે. પોતાની નારાજગી અંગે તેણે રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. ગત મહિને નવી દિલ્હી ખાતે અલ્પેશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીસાથે મુલાકાત કરી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Dhavalsinh Zala, Lok sabha election 2019, Radhanpur, અલ્પેશ ઠાકોર, કોંગ્રેસ, ભાજપ

    આગામી સમાચાર