ન્યૂઝ 18 ગુજરાતી: રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમના સમર્થક બે ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી રાજકીય ચર્ચા ફેલાઇ હતી. આ ઘટના બાદ ગઇકાલે શુક્રવારે અલ્પેશને હાઇકમાન્ડનુ તેડુ આવતાં ત્રણેય ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હતાં. સુત્રોનું માનીએ તો આખરે અલ્પેશ ઠાકોર ભાજપમાં નહી જાય તેવું નક્કી કર્યું છે. બીજી તરફ ગઇકાલે જ મોડી રાતે અલ્પેશ ઠાકોરે ભાજપના કદાવર નેતા સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગ મોડી રાત્રે S.G હાઇવે પર થઇ હોવાનું જાણવા મળે છે. આ બેઠકમાં અલ્પેશ, BJPના નેતા સાથે શહેરના એક જાણીતા ઉદ્યોગપતિ પણ હોવાની ચર્ચા વહેતી થઇ છે. આજનો દિવસ અલ્પેશ ઠાકોર માટે મહત્વનો છે કારણ કે તે પોતાની આગામી રણનીતિ જાહેર કરવાનો છે.
જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જ રહેશે. મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરે હાઇકમાન્ડની બેઠકમાં પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે, પક્ષમાં પોતાનુ કદ ઘટી ગયુ છે.પક્ષમાં મહત્વ આપવામાં આવતુ નથી. સિનિયર નેતાઓ અમને કોરાણે મૂકી રહ્યાં છે. આખરે બેઠકમાં પાટણ બેઠક પર લોકસભાની ટીકિટ આપવા રાજકીય સોદો થયો હોવાની ચર્ચા છે.
જોકે અલ્પેશ ઠાકોરનાં કારણે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંન્નેમાં ગરમાવો દેખાય રહ્યો છે. તો હવે અલ્પેશ જાહેરમાં આવીને કઇ કહે પછી જ ખબર પડે કે તેની શું ઇચ્છા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર