Home /News /gujarat /અલ્પેશ ઠાકોરે વિવિધ પ્રશ્ન મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર

અલ્પેશ ઠાકોરે વિવિધ પ્રશ્ન મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર

પોલીસવાળાના વખાણ કરતાં જ સરકારને આવડે છે. તેમને સાચવી શક્તી નથી...

પોલીસવાળાના વખાણ કરતાં જ સરકારને આવડે છે. તેમને સાચવી શક્તી નથી...

અલ્પેશ ઠાકોરે પોતના નિવેદનમાં જણાવ્યું હતું કે, જે રીતે ગઇકાલે દુભાગ્યપૂર્ણ બનાવ બન્યો. બનાવના અનેક પાસા હતા. જેમાંથી અમુક પાસા ઉજાગર થયા છે. ધણા બઘા પાસાઓ ઉજાગર કરવામાં આવ્યા નથી. બન્ને બાજુ ભુલો હતી. પરંતુ અમુકની ભુલો દબાવી દેવામાં આવી છે. આજે વિપક્ષે ગૃહમાં પ્રશ્નોત્તરી દરમ્યાન મૌન રાખીને પોતાનો અવાજ બંધ રાખ્યો હતો. શાંતિપૂર્ણ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે. પ્રજાના વિવિધ પ્રશ્નોને વાંચા આપવા ગૃહમાં ધારાસભ્ય તેમના પ્રતિનિધિ તરીકે હોય છે. તે વિસ્‍તારના ધારાસભ્યને જ અહીં આવવા દેવામાં ન આવે તેમાં તેના સ્‍થાનિક લોકોનો શું વાંક. ગૃહમાં ચર્ચામાં મેં પોલીસની વાત કરી હતી. અંગ્રેજોની ઓડલી પ્રથા ચાલું રાખી છે. ઓડલી પ્રથા નાબુદ કરી અન્ય વ્યવસ્‍થા કરવી.

પોલીસના કામોના કલાક નક્કી કરવામાં આવે. વધારાના કલાક પેટે મહેનતાણું નક્કી કરવામાં આવે. પોલીસ યુનિયનને મંજૂરી આપવામાં આવી છે કે નહી. તેના જવાબ હજુ મને મળ્યા નથી. દારૂ બંધી છતાં લાખો લિટર દારૂ પકડાય છે. દારૂ આવે છે કયાંથી, બોર્ડર પરના સીસીટીવી કેમેરા બંધ છે. દારૂ રાજયના યુવાધનને બરબાદ કરી રહ્યું છે. અનેક ધરોને વિખરી રહ્યું છે. દલિત અને અનામત આંદોલન પણ પ્રશ્ન કર્યા હતા, પણ જવાબ મળ્યા નથી. પોલીસવાળાના વખાણ કરતાં જ સરકારને આવડે છે. તેમને સાચવી શક્તી નથી, તેવો પણ આક્ષેપ કર્યો હતો.

એ.એસ.આઇનો હાદ્દાના પ્રશ્નમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, હું ગરીબ, જરૂરિયાતમંદોનો અવાજ ઉઠાવવા અને ગુજરાતના ઓ.બી.સી, એસ.ટી અને ખેડૂતોના માટેના પ્રશ્નો ઉઠાવવા માટે આવ્યો છું. વસુંધરા રાજના વિડિયોના પ્રશ્નમાં અલ્પેશે જણાવ્યું હતું કે, હજારો વાતો થાય છે. એ મારા માટે જ છે, તેવું કોઇ એ લઇ ન લેવું જોઇએ. રાજસ્‍થાન રાજય રજવાડાનું રાજય છે. મેં કોઇને ટાંકીને કીધું નથી. તેનો જવાબ રાજાઓએ માંગવાનો છે. રાજયસભાની ચૂંટણીને લઇ આ ત્રણ ધારાસભ્યોને સસ્‍પેન્ડ કરવામાં આવ્યા છે. તેવા પ્રશ્નાના જવાબમાં કહ્યું હતું કે, મતાધિકારના હક્કથી કોઇને દૂર ન રાખી શકાય. બે ભાજપ અને બે કોગ્રેસની સીટી આવશે. તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પાણીના પ્રશ્ન પર જણાવ્યું હતું કે, કચ્છમાં પાણીના ડુંગર બન્યા, અમદાવાદમાં પાઇપલાઇન નદી વહી, અને રાજય સરકારે પોતાના સ્‍વાર્થ માટે લાખો લિટર પાણીનો બગાડ કર્યો. આજે ખેડુતો તેના ભોગ બન્યા છે. ખેડૂતોનું પીવાનું પાણી બંધ ન થાય તેનું ધ્યાન રાખવા અપીલ કરી હતી.
First published:

Tags: Statement, અલ્પેશ ઠાકોર

विज्ञापन
विज्ञापन