Home /News /gujarat /Land Grabbing: મહેસાણાના અલોડા ખાતે તળાવનો દસ્તાવેજ કરી ભાજપ નેતાઓને બારોબાર વેચી મારવાનો આરોપ
Land Grabbing: મહેસાણાના અલોડા ખાતે તળાવનો દસ્તાવેજ કરી ભાજપ નેતાઓને બારોબાર વેચી મારવાનો આરોપ
આ કૌભાંડમાં પુર્વ નાયબ મુખ્યમંત્રી ભાજપાના નેતાઓ અને અધિકારીઓની મીલીભગત હોવાનો આરોપ સ્થાનિક લોકોએ કર્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી (Manish Doshi)એ પત્રકાર પરિષદમાં જમીન કૌભાંડ (land grabbing)ના પુરાવા રજુ કરતા જણાવ્યુ હતું કે, 1974 માં માજી સૈનિકને જગ્યા સરકાર દ્વારા ફાળવવામાં આવી તે સમયે જે-જે શરતોથી આપેલ હતી. તેમાંની એક પણ શરતનું પાલન ઠરાવ મુજબ કરેલ નથી. તેથી સરકારના હુકમ મુજબ જગ્યા ખાલસા જાહેર થાય તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે.
મહેસાણા (Mehsana) જિલ્લાના અલોડા ગામે સીમ તળાવનો બારોબાર દસ્તાવેજ કરીને ભાજપા (BJP)ના નેતાઓએ ચાલીસ કરોડ રૂપિયાનું આચરેલા જમીન કૌભાંડ (Land Scam) અંગે સંડોવાયેલા તમામ સામે તપાસ કરી તાત્કાલીક ફોજદારી ગુન્હો દાખલ કરવાની માંગ ગુજરાત કોંગ્રેસ (Congress) પક્ષે કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી (Manish Doshi)એ પત્રકાર પરિષદમાં જમીન કૌભાંડ (land grabbing)ના પુરાવા રજુ કરતા જણાવ્યુ હતું કે, 1974 માં માજી સૈનિકને જગ્યા સરકાર દ્વારા ફાળવવામાં આવી તે સમયે જે-જે શરતોથી આપેલ હતી. તેમાંની એક પણ શરતનું પાલન ઠરાવ મુજબ કરેલ નથી. તેથી સરકારના હુકમ મુજબ જગ્યા ખાલસા જાહેર થાય તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે. નવી શરતભંગની જમીન હોવા છતાં ખોટી રીતે દસ્તાવેજ કરવામાં આવેલ હોવાથી શરતભંગની કાર્યવાહી કરવામાં થાય છે. પેઢીનામાંની અંદર ખોટી રીતે પુરાવા મૂકીને રજુ કરવામાં આવેલ છે જેની અંદરના આધાર અને પંચોની સહી તથા ખોટી જગ્યા ઉપરની ફરજના અધિકારી દ્વારા કરવામાં આવેલ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પેઢીનામાની અંદરના રહેઠાણના પુરાવા ખોટી જગ્યા ઉપરના બતાવવામાં આવેલ છે જે તદ્દન ખોટો પુરાવો ગ્રાહૃય છે. રહેઠાણ રામોસણા છે અને કસ્બામાં એક દિવસ પૂરતા આવેલા તલાટીએ પેઢીનામું કરેલ છે. 20-01-2020 ના રોજ શરતભંગનો કેસ ડેપ્યુટી કલેક્ટરના ઠરાવ ઉપર લેવામાં આવેલ જે ઠરાવ રેકર્ડમાંથી ગુમ છે. ઠરાવ તા. 14-10-2021 ના રોજ ડેપ્યુટી કલેક્ટર એમ.ડી. પટેલ દ્વારા ગેરકાયદેસર હુકમ કરવામાં આવ્યો છે. નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાનો ખોટો હુકમ કરી ફક્ત 6 દિવસમાં ડેપ્યુટી કલેક્ટર દ્વારા રીવ્યુ કરવામાં આવ્યું છે. જે ઠરાવ હાલના વર્તમાન રેકર્ડમાંથી ગુમ છે.
મહેસાણા જિલ્લાના અલોડા ગામના સીમ તળાવના દસ્તાવેજ ખેતીની જમીનનો કરેલો છે અને ખરીદનારે તળાવના પૂરાણ માટે ડી.એલ.આર. માં અરજી કરેલ છે. સરકારી અધિકારીઓ કોઈના દબાણમાં ગામજનોને કોઈપણ પ્રકારનો સહકાર આપતા નથી ત્યારે સરકારી અધિકારીઓ-ભાજપાના નેતાઓ સાથે મીલીભગતથી કરોડો રૂપિયાના કૌભાંડમાં તટસ્થ તપાસની માંગ ઉઠી છે.
વધુમાં મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, નવીશરતની જમીન જૂની શરતમાં ફેરવવાની અરજીમાં પંચો તરીકે ખુદ જમીન ખરીદનાર પોતે જ માલિક સુરેશભાઈ લાલજીભાઈ પટેલ એ પંચ તરીકે સહી કરી છે. જે રેવન્યુના કાયદા મુજબ સરકારી રેકર્ડમાં ગેરકાયદેસર ગણવામાં આવે છે. પટેલ ડાહ્યાભાઈ લાલજીભાઈ, પટેલ સુરેશભાઈ લાલજીભાઈ, પટેલ કાંતિભાઈ લાલજીભાઈ તથા તેમના ખોડિયાર ગ્રુપના દરેક વહીવટ કરતા માણસો દ્વારા ગેરકાયદેસર મંડળી રચી, સરકારી અધિકારીઓ સાથે મેળાપણા કરી મોટા – પ્રમાણમાં નાણાકીય વ્યાપાર કરી ગામના ગૌચરની તલાવડી લાયક ખેડી ના શકાય તેવી બિનખેતી લાયક જગ્યાઓ રજીસ્ટર દસ્તાવેજથી વેચાણ રાખી જમીન પચાવી પાડી છે.
સરકારી જમીનને વેચાણ રાખતા પહેલા કલેક્ટરની મંજૂરી લેવી પડે તે પણ લીધેલ નથી. આ જગ્યા ઉપર એક પણ દિવસ ફાળવ્યા બાદ કોઈપણ પ્રકારનું કામ કે ખેતીલાયક બનાવવાની પણ પ્રક્રિયા થઇ નથી. જે ભુતકાળમાં 1974 તળાવ હતું તે જગ્યા હતી. તે જ હાલના વર્તમાનમાં પણ તળાવ જ છે. ફક્તને ફક્ત આ જગ્યાને સરકારી કાગળો ઉપર જ બદલવામાં આવી છે. જમીન પચાવી પાડનાર ભાજપાના નેતાઓના દબાણથી પોલીસ તંત્ર પણ ગ્રામજનોની સાચી વાત સાંભળવાને બદલે ફરીયાદીને જ આરોપી બનાવી દેવાની નીતિ અખત્યાર કરી રહી છે.
મહત્વ પૂર્ણ છે કે આ જમીન રાજસ્થાનના એક નિવૃત સૈનિકને સોંપવામાં આવી હતી. જે તે સમયે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો અને વિવાદ સર્જાયો હતો. નિવૃત સૈનિકના પુત્ર પાસેથી ભાજપાના આગેવાને જમીન ખરીદી હોવાની વિગત સામે આવી છે. દસ્તાવેજમાંભાજપાના આગેવાનો તળાવના મુળ ફોટોની જગ્યાએ ખેડેલ ખેતરમાં ફોટો મુક્યા. ભાજાપા આગેવાને 40 કરોડનું જમીન કૌભાંડઆચર્યું છે. જે લોકોએ આ કૌભાંડ સામે અવાજ ઉઠાવ્યો તેમને જેલમાં ધકેલાયા પણ આરોપ છે .
આ કૌભાંડમાં પુર્વ નાયબમુખ્ય મંત્રી ભાજપાના નેતાઓ અને અધિકારીઓની મીલીભગત હોવાનો આરોપ સ્થાનિક લોકોએ કર્યો છે. આ મામલે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાયદેસરનીકાર્યવાહી કરવા માંગ ઉઠી છે. બેચરાજીના ધારાસભ્યે અનેક રજુઆતો કરી હોવા છતાં કોઇ પરિણામ આવ્યું નથી. ગ્રામજનોએ સુપ્રીમ કોર્ટસુધી આ કૌભાંડ અંગે કાયદાકીય લડાઇની ચિમકી ઉચ્ચારી છે.