ન્યૂઝ18ગુજરાતીઃમંગળવાર મોડી રાતથી કોંગ્રેસ ઉપર પસ્તાળ પડી હોવાના સમાચાર વહેતા થયા છે. કોંગ્રેસના યુવા નેતા અને ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોર કોંગ્રેસનો છેડો ફાડી રહ્યા છે અને ભાજપનો ખેસ ધારણ કરવાના સમચારા વાયુ વેગે વહેતા થયા છે. આખા હાઇવોલ્ટેજ ડ્રામામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સમક્ષ વાત કરતા ફોડ પાડ્યો હતો કે બધા લોકો અમારા સંપર્કમાં છે. પરંતુ અત્યારે ભાજપમાં જોડાય એવી વાત નથી. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ અલ્પેશ કોંગ્રેસમાં જ છે અને બધુ સારું થઇ જશે. આમ કોંગ્રેસ પોતાનો બચાવ કરી રહ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી મીડિયાની સાથે વાત કરી હતી. જેમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવા અંગેના પ્રશ્ન ઉપર તેમણે જણાવ્યું હતું કે, બધા અમારા સંપર્કમાં છે અમે ક્યા ના પાડીએ છીએ પરંતુ અત્યારે કોઇ કોંક્રિટ એવી વાત નથી. અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની અમારી પાસે કોઇ વાત નથી. અલ્પેશ ઠાકોરની નારાજગીના સમાચાર અમને મીડિયા થઇ જાણવા મળ્યા છે.
બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અલ્પેશભાઇ સહિત તમામ કાર્યકર્તાઓને માન આપે છે. માન સન્માન સાથે જ તેમને જવાબદારી પણ આપવામાં આવી છે. મીડિયામાં આવતા અહેવાલોમાંથી ઘણુ અલગ હોય છે. અલ્પેશ સાથે કોંગ્રેસ સંપર્કમાં જ છે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે પણ મીડિયા સમક્ષ કહ્યું હતું કે તેઓ અલ્પેશ ઠાકોરના સંપર્કમાં છે.
કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે,અલ્પેશની નારાજગી વિશે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું કે, આ કોંગ્રેસ પરિવારનો આતંરિક મામલો છે. અલ્પેશની નારાજગી મામલે ચર્ચા થઈ રહી છે. ટૂંક સમયમાં બધુ બરાબર થઈ જશે.