Home /News /gujarat /

અક્ષરધામ હુમલાનો આરોપી યાશીન ભાટ 3 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર

અક્ષરધામ હુમલાનો આરોપી યાશીન ભાટ 3 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર

ગુજરાત એટીએસે અ7રધામ આતંકી હુમલાના માસ્ટ માઈન્ડને જમ્મુ-કાશ્મીરથી ઝડપ્યો

મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટમાં રિમાન્ડના કારણો રજુ કર્યા તેમણે રજુઆત કરી કે અક્ષરધામમાં હુમલો કરવામાં આવ્યો કે જેની અંદર હથિયારો વાપરવામાં આવ્યા તે હથીયારોની ડીલેવરી યાસીન ભાટ દ્વારા કરવામાં આવી હતી.

    સંજય જોશી, અમદાવાદઃ 24 સપ્ટેમ્બર 2002ના રોજ અક્ષરધામ માં જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો... તે હુમલાનો મુખ્ય કાવતરાખોર યાશીન ભાટને જમ્મુ-કાશ્મીર એટીએસ અમદાવાદ એસ.ઓ.જી અને અનંતનાગ પોલીસના જોઈન્ટ ઓપરેશન થકી પકડવામાં આવ્યો.ગઈકાલે તેને અમદાવાદ એટીએસ ખાતે લાવવામાં આવ્યો હતો... ત્યારબાદ આજે સ્પેશિયલ પોટા કોર્ટમાં રિમાન્ડ માટે તેને હાજર કરવામાં આવ્યો.જેમાં પોલીસ દ્વારા આરોપીને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.જ્યારે નામદાર કોર્ટે 3 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે..

    યાસીન નું નામ અગાઉ યુપીના બરેલી પાસેથી પકડાયેલા ચાંદખાનની પૂછપરછ સામે આવ્યું હતું.તેની સાથેના તમામ લોકો જમ્મુ કાશ્મીર થી યુપીના બરેલી સુધી જે એમ્બેસેડર કારમાં હથિયારો લઈને આવ્યા.ત્યારે તેઓ સાથે હતા અને યાસીન આ તમામ લોકોને લઈને આવ્યો હતો અને યુ.પી.થી ત્યારબાદ યાસીન પરત જમ્મુ કશ્મીર જતો રહ્યો હતો.આ તમામ વિગતો ચાંદખાન અને અન્ય એક આરોપી છે આ કેસને પકડવામાં આવ્યો તેની પૂછપરછમાં પોલીસ સામે આવી હતી એના પછી ATS દ્વારા સતત આરોપી પર વોચ રાખીને તેને ઝડપી પડાયો હતો.

    અહીં ક્લિક કરી વાંચોઃ પાવરફૂલ બેટરી અને મોટી સ્ક્રીન સાથે લોન્ચ થયો Vivo Y90, કિંમત છે 6990 રપિયા

    મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટમાં રિમાન્ડના કારણો રજુ કર્યા તેમણે રજુઆત કરી કે અક્ષરધામમાં હુમલો કરવામાં આવ્યો કે જેની અંદર હથિયારો વાપરવામાં આવ્યા તે હથીયારોની ડીલેવરી યાસીન ભાટ દ્વારા કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર થી હથીયારો એમ્બેસેડર માં એક ખાનુ બનાવી તેમાં છુપાવીને લાવવામાં આવ્યા હતા. તે એમ્બેસેડર ગાડી યાસીન દ્વારા લાવવામાં આવી હતી. એ ગાડી કોના જોડે થી લેવામાં આવી હતી અને હથીયારો કોના જોડે થી લેવામાં આવ્યા હતા અને આ કેસની અંદર હજુ બે આરોપીઓ વોન્ટેડ છે તે આરોપીઓ કોન અને ક્યાં છે. સાથે સાથે જમ્મુ કાશ્મીર યાસીન ને સાથે રાખીને તપાસ માટે પોલીસ ત્યા જશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામ ગ્રાઉન્ડસ ઉપર 14 દિવસના રીમાંડની માગણી કરવામા આવી.સ્પેશીયલ પોટા કોર્ટે આગામી 3 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Akshardham, Remand

    આગામી સમાચાર