Home /News /gujarat /

યૂપીમાં ભાજપના વિજય રથને રોકવા મહાગઠબંધનનો તખ્તો તૈયાર

યૂપીમાં ભાજપના વિજય રથને રોકવા મહાગઠબંધનનો તખ્તો તૈયાર

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહાગઠબંધનની તૈયારીઓ થવા લાગી છે. સુત્રોના જણાવ્યા અનુસાર સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આરએલડીમાં મહાગઠબંધનની સંભાવના પ્રબળ છે. કહેવાઇ રહ્યું છે કે ત્રણ પક્ષોમાં અંદરોઅંદર વાતચીત ચાલી રહી છે. જે બાદ મહાગઠબંધનની સહમતિ થવાના સંકેત જોવા મળી રહ્યા છે. જોકે બેઠકોને લઇને હજુ સહમતી માટે હજુ ખેંચમતાણ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહાગઠબંધનની તૈયારીઓ થવા લાગી છે. સુત્રોના જણાવ્યા અનુસાર સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આરએલડીમાં મહાગઠબંધનની સંભાવના પ્રબળ છે. કહેવાઇ રહ્યું છે કે ત્રણ પક્ષોમાં અંદરોઅંદર વાતચીત ચાલી રહી છે. જે બાદ મહાગઠબંધનની સહમતિ થવાના સંકેત જોવા મળી રહ્યા છે. જોકે બેઠકોને લઇને હજુ સહમતી માટે હજુ ખેંચમતાણ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમાજવાદી પાર્ટી 2012માં જીતેલી તમામ બેઠકો પર ચૂંટણી લડવા ઇચ્છે છે સાથોસાથ કેટલીક બેઠકો પર પણ ઇચ્છા બતાવી રહ્યું છે. કોંગ્રેસે 150 બેઠકો માંગી છે જે માટે સમાજવાદી પાર્ટી તૈયાર નથી, સુત્રોનું કહેવું છે કે, સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને કહ્યું કે, અજીતસિંહથી વાત કરે અને આ સહમતિ બનાવે કે કોંગ્રેસ અને આરએલડી 100 બેઠકો એકબીજા વચ્ચે વહેંચે.

તો અજીતસિંહના અંગત સુત્રોનું માનવું છે કે, એમની 5 ડિસેમ્બર બાદ સપાના કોઇ નેતા સાથે કંઇ વાત થઇ નથી. અજીત સિંહની છાવણીનો દાવો છે કે, હજુ સુધી કોંગ્રેસ સાથે કોઇ ચર્ચા થઇ નથી.

તો લખનૌમાં આજે શિવપાલ સિંહ અને અમરસિંહ વચ્ચે મુલાકાત થઇ છે. મુલાકાત બાદ અમરસિંહે માત્ર એટલું જ કહ્યું કે પાર્ટીનો મહાસચિવ છું, શિવપાલજી પ્રદેશ અધ્યક્ષ છે. શિવપાલજીને મળવા આવ્યો હતો. ગઠબંધનનો મામલો છે હું નાનો નેતા છું.

લખનૌમાં 5 કાલીદાસ માર્ગ સ્થિત આવાસ પર સીએમ અખિલેશ યાદવે ધારાસભ્યો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. અખિલેશે ચૂંટણીને ધ્યાનમાં લેતાં એમને જીત માટે ટીપ્સ આપી હતી. સાથોસાથ આ વિસ્તારમાં વિકાસ કામોનો પ્રચાર કરવા પણ કહ્યું.

યૂપીમાં મહાગઠબંધનની અટકળો લાંબા સમયથી ગરમ છે. આ પાછળનું કારણ એ છે કે, સત્તારૂઠ સપાને એવું લાગે છે કે પ્રદેશમાં ભાજપનું કદ વધી રહ્યું છે અને એને અટકાવવું છે તો મહાગઠબંધન જ એકમાત્ર વિકલ્પ છે. સાથોસાથ સપા મુસ્લિમ મતદાતાઓને પણ બસપામાં જતા રોકવા ઇચ્છે છે.
First published:

Tags: અખિલેશ યાદવ, ઉત્તરપ્રદેશ, કોંગ્રેસ, ભાજપ, વિધાનસભા ચૂંટણી, સમાજવાદી પાર્ટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन