અમદાવાદ: જો આપ દિવાળીના વેકેશનમાં (Diwali Vacation) ક્યાંય જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને તે પણ બાય એર તો પછી આ સમાચાર તમારા માટે મહત્વના છે. કારણ કે, વિવિધ એરલાઇન્સના (airlines airfare ) ભાડા લગભગ ડબલ થઈ ગયા છે. એટલે જો, પ્રવાસમાં (Travel) જવા માટે પ્લેનમાં જવું હોય તો તેના માટે વિમાનનું ભાડું ડબલ ચૂકવવા તૈયાર રહેવું પડશે. ત્યારે પ્લેનની જેમ જ વિમાની ભાડા પણ આસમાને પહોંચ્યા છે. સામાન્ય રીતે દિવાળીના વેકેસનમાં પ્રવાસન સ્થળોએ લોકો જવાનો પ્લાન કરતા હોય છે.
છેલ્લી ઘડીએ પ્લેનનું બુકિંગ મોંઘું પડી શકે છે
ઓછા ટ્રાવેલિંગમાં પ્રવાસન સ્થળોની માજા વધુ માણી શકાય અને વધુ એન્જોય કરી શકાય તે માટે પ્લેનની મુસાફરી કરતા હોય છે. પણ દિવાળીના સમયમાં પ્લેનની મુસાફરીનું પ્લાનિંગ જો તમે કરી રહ્યા હોવ તો તેના ભાડા વિશે પણ સર્ચ કરી લેવું જરૂરી છે. કારણ કે, છેલ્લી ઘડીએ પ્લેનનું બુકિંગ મોંઘું પડી શકે છે.
જો તમારે પ્લેનમાં મુસાફરી કરી અમદાવાદથી દિલ્હી તરફ જવાનું વિચારી રહ્યા છો તો દિવાળીમાં એ ભાડું 5500થી 6 હજાર થઈ ગયું છે. જે સામાન્ય દિવસોમાં 2500થી 3 હજાર હોય છે. તેવી જ રીતે ગોવાના એર ફેરમાં પણ ડબલ ભાડું થઈ ગયું છે. શ્રીનગર માટે સામાન્ય દિવસોમાં 10થી 12 હજાર હતા જે હાલ 22 હજાર થઈ ગયા છે. તો ચંદીગઢ માટે પણ સામાન્ય દિવસોમાં 4 હજાર ભાડું રહે છે જે હાલમાં 7થી 8 હજાર પહોંચી ચૂક્યું છે. ગોવા પણ જો તમારે પ્લેનમાં જવું હોય તો 11 હજારથી 18 હજાર ખર્ચ કરવો પડશે. તેવીજ રીતે જો સિક્કીમ જવું હશે તો રાઉન્ડ ટ્રીપનું ફેર 18 હજારથી 22 હજાર ચૂકવવું પડશે.
દિવાળીમાં ફરવા જવા માટે આ વખતે ડોમેસ્ટિક રૂટ સૌથી વધુ બિઝી
આ ભાડા વધારાને જોતા દિવાળીના પ્લેન ભાડા માટે ડબલ નાણાં ખર્ચવા તૈયાર રહેવું પડશે. ટુર ઓપરેટર આલાપ મોદી જણાવે છે કે, દિવાળીમાં ફરવા જવા માટે આ વખતે ડોમેસ્ટિક રૂટ સૌથી વધુ બિઝી છે. ડોમેસ્ટિક ડેસ્ટિનેશન પર ફરવા જવા માટે દિવાળી પહેલાથી જ બુકિંગ શરૂ થઈ ગયું છે. જોકે ગુજરાતીઓ પ્રવાસનના નજીકના સ્થળો માટે લોકો પોતાની કાર દ્વારા જવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ તેમના એ ફરવાના પ્લાનિગમાં પણ પેટ્રોલ અને ડિઝલનો વધેલો ભાવ તો અસર કરશે જ.