અમદાવાદ મહાનગરમાં ગુજરાતની સૌથી મોટા મહાનગર પાલિકા છે . અમદાવાદ મહાનગર પાલિકનુ વાર્ષિક બજેટ હજારો કરોડો રૂપિયા છે. અમદાવાદ શહેર ચારેય તરફ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પરંતુ કોરોના મહામારીના પગલે અમદાવાદ વિકાસ પર બ્રેક લાગી છે અને અમદાવાદ મહાનગર પાલિકાની તિજોરી તળિયા ઝાટક થઇ ગઇ છે. ૨૦૨૦/૨૧ મા થયેલા કોરોના મહામારીના પગલે એએમસીને મોટો ફટકો પડ્યો છે. એક અંદાજ મુજબ ૭૦૦ કરોડ જેટલી માતબર રકમ કોરોના પાછળ એએમસીએ ખર્ચ કરી છે . એએમસીને હાલ કોઇ નવી આવક ઉભી થઇ નથી તેવામાં કોરોના મહામારીએ એએમસી આર્થિક સ્થિતિ કંગાલ કરી નાંખી છે. તેવામાં એએમસી દ્વારા પોતાની માલિકીના રિઝર્વ રહેલા પ્લોટ હવે વેચાણ માટે કાઢ્યા છે. જે એએમસી તિજોરીને રાહત આપી છે.
એએમસી સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટે જણાવ્યુ હતુ કે, એએમસી દ્વારા પોતાની માલિકાના રિઝર્વ રહેલા ૧૬ પ્લોટ વેચાણ માટે એએમસી દ્વારા કાઢવામા આવ્યા છે. ૧૬ પૈકી બોડકદેવ સ્થિત બે પ્લોટ ઓનલાઇન હરાજી કરવામાં આવી હતી. જે અંતર્ગત ૨૨૫ કરોડના માતબર રકમની આવક એએમસીને થઇ છે. હજુ પણ ૧૪ પ્લોટ ઓનલાઇન હરાજી કરવા માટે એક મહિનાની મુદતમાં વધારો કર્યો છે. એએમસીનો અંદાજ જે કે, ૧૬ પ્લોટનુ વેચાણ થાય તો એએમસીને ૧ હજાર કરોડની આવક થઇ શકે છે.
વધુમાં ચેરમેન હિતેશભાઇ બારોટે જણાવ્યુ હતુ કે, એએમસી પ્લોટ વેચી જે આવક ઉભી થશે તે અમદાવાદ શહેરના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવશે. એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે. જેમા એએમસી આર્થિક નુકશાન ચોક્કસ થયું છે. આ પ્લોટ વેચાણ થતા એએમસી આર્થિક સ્થિતિ ઘણી સુધરશે . તેમજ અમદાવાદ શહેરના વિકાસ કામ વધુ ઝડપી બનશે .
નોંધનીય છે કે, ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન એએમસી બજેટ ગત વર્ષમાં બજેટ કરતા દોઢ હજાર કરોડ ઓછું આંકવામા આવ્યું હતું . અને બજેટમાં કોઇ નવી મોટી જાહેરાત પણ કરવામાં આવી ન હતી . ત્યારે એએમસીની આર્થિક સ્થિત ખસતા થતા હવે એએમસી રિઝર્વ રહેલા પ્લોટ વેચાણ કરી હજારો કરોડો રૂપિયા આવક ઉભી કરવા માંગે છે . આજે ૫૦૦ કરોડના વિકાસ કામો કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ન મળતા બંધ છે .