Home /News /gujarat /

Ahmedabad Cyber Crime: અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલની બદનામી કરનાર ડોક્ટરની ધરપકડ

Ahmedabad Cyber Crime: અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલની બદનામી કરનાર ડોક્ટરની ધરપકડ

પોલીસ તપાસમાં આરોપી પાસેથી અન્ય વ્યક્તિના નામે ખરીદેલા સીમકાર્ડ મળી આવ્યા છે.

પોલીસે તપાસ કરતા ક્લિનિક કાર્ડિયોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા અને યુએન મહેતા માં આર.એમ.ઓ. તરીકે ફરજ બજાવતા કૌશિક રમણલાલ બારોટે આ ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટર કૌશિક બારોટ યૂ એન મહેતા હોસ્પિટલમાં વર્ષ 2004 થી ફરજ બજાવે છે.

વધુ જુઓ ...
અમદાવાદ (Ahmedabad)ની યુ.એન. મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital)ને બદનામ કરતી પોસ્ટ કરનાર આખરે ઝડપાઇ ગયો છે. આરોપી અન્ય વ્યક્તિના નામે ખરીદેલા સીમ કાર્ડનો ઉપયોગ કરતો હતો. અને સોશિયલ મીડિયા ઉપર યુ.એન. મહેતા હોસ્પિટલ બાબતે ખોટી હકિકત (Cyber Crime) વાળી પોસ્ટ મૂકી હોસ્પિટલની બદનામી થાય તેવું કૃત્ય કરતો હતો જોકે સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ પોસ્ટ અન્ય કોઈ નહિ પરંતુ આર.એમ.ઓ ડૉ. કૌશિક બારોટ જ મૂકતાં હતાં.

જાન્યુઆરી 2022 દરમિયાન કોઇ વ્યક્તિએ ફેસબુક ઉપર ડોક્ટર સતીશ પટેલ નામનું ફેક આઈડી બનાવી બાદમાં તે આઈડી ઉપરથી યુ.એન. મેહતા ઇન્સ્ટિટયુટ ઓફ કાર્ડીઓલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના પ્રતિષ્ઠિત ડોકટર બાબતે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી હતી. તેમ જ તેમની સંસ્થામાં થતી તમામ ઇવેન્ટમાં થયેલા બનાવને ટ્વીસ્ટ કરતી ખોટી પોસ્ટ મૂકવામાં આવતી હતી. આ પોસ્ટની લિંક ટાર્ગેટ કરેલા ચોક્કસ લોકોને વોટ્સએપ દ્વારા પણ મોકલવામાં આવી હતી. સંસ્થાની સમાજમાં બદનામી થાય અને સંસ્થાની છબી સમાજમાં ખરડાય એવું ગુનાહિત કૃત્ય કરનાર વિરુદ્ધમાં સાઇબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાબતની પોલીસે તપાસ કરતા ફેસબુક એકાઉન્ટની માહિતી પોલીસે એકઠી કરી અને જુદા-જુદા મોબાઈલ નંબરની માહિતી મંગાવી ટેકનિકલ અભ્યાસ કરતાં સામે આવ્યું કે, બે વોઈસ ચેન્જ કરતી એપ્લિકેશનનો ઉપયોગ કરી આ પોસ્ટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો- ભારતે ઇન્ડોનેશિયાને 16-0થી હરાવ્યું, પાકિસ્તાન બહાર

બાદમાં પોલીસે તપાસ કરતા ક્લિનિક કાર્ડિયોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા અને યુએન મહેતા માં આર.એમ.ઓ. તરીકે ફરજ બજાવતા કૌશિક રમણલાલ બારોટે આ ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટર કૌશિક બારોટ યૂ એન મહેતા હોસ્પિટલમાં વર્ષ 2004 થી ફરજ બજાવે છે. હોસ્પિટલ તરફથી તેમને છેલ્લા ઘણા સમયથી ખોટી રીતે હેરાનગતિ કરાતી હોવાનું લાગતા તેઓએ આ ગુનો આચર્યા હોવાની કબુલાત કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ ઘણા સમયથી આ મેસેજો કર્યા હતા. સારવાર ન લેવી જોઈએ, હોસ્પિટલ સારી નથી જેવી બાબતો પોસ્ટ કરતા હતા.

આ પણ વાંચો- શું તમે આઇપીએલની મેચ જોવા જવાના છો? તો જાણી લો તમારૂ વાહન ક્યાં પાર્ક કરશો

પોલીસ તપાસમાં આરોપી પાસેથી અન્ય વ્યક્તિના નામે ખરીદેલા સીમકાર્ડ મળી આવ્યા છે. આરોપી પોતે આ ગુનો આચરવા અલગ ફોન રાખતો હતો. અને અવાજ ન ઓળખાય તે માટે પણ વોઇસ ચેન્જીગ એપ રાખતો હતો. અને છોકરી જેવો અવાજ નીકાળી વાત કરતા હતા. આરોપીએ યુનિયન બનાવવા માટે ગુગલ ફોર્મ પણ પણ બનાવ્યુ હતું. ઘણા સમયથી આ ટેક્નિકલ બાબતો વિશે ડોકટર કૌશિક જાણકાર હતો. જેથી સાયબર ક્રાઇમ બ્રાંચે ડીજીટલ પુરાવા આધારે ડોકરર કૌશિક પટેલની ધરપકડ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad cyber crime, Ahmedabad news, Civil Hospital news, Gujarati news

આગામી સમાચાર