અમદાવાદ : અશક્ત અને યાદશક્તિ ગુમાવી ચુકેલા પતિને સાસુ સસરા પાસેથી પરત મેળવવા માટે શહેરનાં (Ahmedabad) સેટેલાઇટ વિસ્તારમાં રહેતી પત્નીએ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) અરજી કરી છે. આ કેસમાં સુનાવણી ચાલી રહી છે.
અમારા લગ્નને 20 વર્ષ થયા છે અને તેમને સંતાનમાં બે દીકરીઓ છે. મોટી દીકરી 19 વર્ષની અને નાની દીકરી 13 વર્ષની છે. ગયા વર્ષે પતિને અકસ્માત નડતા પતિની 95 ટકા જેટલી યાદશક્તિ જતી રહી છે. પતિ શારીરિક રીતે પણ અશક્ત છે. તેમના પતિને સાત મહિના હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ઘરે પરત લાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન તેમની મોટી પુત્રી અમેરિકા જવાની હોવાથી સાસુ-સસરાંએ તેમને પિયરના લોકોને મળવા જવાનું કહ્યું હતું. મહિલા જ્યારે દીકરીને લઇને પરત ફર્યા ત્યારે તેમનાં બંગલામાં તાળુ મારેલું હતું અને વીજળી અને પાણીનાં કનેક્શન કાપી નાંખ્યાં હતાં. થોડા સમય પછી જાણ થઇ હતી કે સાસુ-સસરાં તેમના પતિને લઇને તેલાવ નજીક આવેલા ફાર્મ હાઉસમાં રહેવા જતા રહ્યા છે.
સસરાએ તેમની સાથે ઝઘડો કરી પતિની કસ્ટડી ન આપવાનું કહ્યું હતું. સસરાએ પતિનાં નામે જે પણ સંપત્તિ હતી તે વેચવાની જાહેરાત કરી હતી. અરજદાર મહિલાનો આક્ષેપ છે કે, આ અંગે તેમણે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે પરંતુ તેમના સસરાં નિવૃત્ત કલેક્ટર હોવાથી તેમની ફરિયાદ નોંધવામાં આવતી નથી. મહિલાનો આક્ષેપ છે કે હાલ આ બધી પરિસ્થિતિઓમાં પતિની તબિયત ખરાબ થાય છે તેમને હૂંફની જરૂર છે.
જુઓ ગુજરાતની 25 મોટી ખબરો
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર