Home /News /gujarat /અમદાવાદ (પશ્ચિમ) : ભાજપને બહુ વાંધો નહિ આવે!

અમદાવાદ (પશ્ચિમ) : ભાજપને બહુ વાંધો નહિ આવે!

અનુસૂચિત જાતિ માટે અનામત આ બેઠક ઉપર ભાજપના સીટિંગ સાંસદ ડૉ. કિરીટ સોલંકી વિરુદ્ધ કોંગ્રેસના રાજુ પરમારની ટક્કર

અનુસૂચિત જાતિ માટે અનામત આ બેઠક ઉપર ભાજપના સીટિંગ સાંસદ ડૉ. કિરીટ સોલંકી વિરુદ્ધ કોંગ્રેસના રાજુ પરમારની ટક્કર

  ન્યૂઝ18 ગુજરાતી : અમદાવાદ પશ્ચિમની બેઠક અસ્તિત્વમાં આવ્યા પછીથી અને ૨૦૦૯માં લોકસભાના મત વિસ્તારની સીમાઓ ફરીથી નક્કી કરવામાં આવ્યા બાદ અહીં ભાજપ જ વિજયી થયો છે. ૨૦૦૯ કરતાં ૨૦૧૪માં ભાજપના સાંસદ કિરીટ સોલંકીની લીડમાં પણ જંગી વધારો નોંધાયો હતો.

  શું છે મુખ્ય સમસ્યાઓ ?
  અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં મતદારોની પીવાના પાણી અને તેની ગુણવત્તાની, વરસાદના પાણી રસ્તા પર ભરાઈ જવાની, ખાનગી બસોને કારણે ટ્રાફિક જામ થવાની તથા શાળાની ફીની સમસ્યા તીવ્ર છે. આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. અમરાઈવાડી અને મણિનગરમાં પણ વરસાદી પાણીથી રસ્તાઓ બ્લોક થઈ જવાની સમસ્યા વધારે છે. મણિનગરના ઘણાં વિસ્તારો એવા છે કે તેમાં ગ્રાઉન્ડ ફ્લોરના મકાનોમાં પાણી બૅક મારે છે. તેથી ચોમાસામાં ઘરમાં પાણી ભરાઈ જ જાય છે.

  એલિસબ્રિજના શાંતિવન, જેઠાભાઈ પાર્ક, દિવાનબલ્લુભાઈ સ્કૂલ, નગરી હોસ્પિટલ, પી.ટી.કૉલેજ રોડ, માદલપુર, કોચરબ, ચંદ્રનગર, ભગવાનનગર, પ્રીતમનગર, વિશ્વકુંજ, રાજનગર અને કોચરબ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ ચૂંટાયેલી પાંખના કોઈપણ પ્રતિનિધિ આપી શક્યા નથી. વળી, પાલડીમાં આશાંતધારાના નિયમોમાં ખેલાયેલું રાજકારણ, ખાડિયા-કાલપુરમાં કોર્પોરેટરો દ્વારા જ કથિતપણે ઉઘરાવતી ખંડણીની પીડા, દરિયાપુરના વિસ્તારોમાં ઉભરાતી ગટરોની સમસ્યા, સ્ટ્રીટ લાઈટની ઉણપ, કેટલાક વિસ્તારોમાં ગંદકીની સમસ્યા સ્થાનિકોને ખુબ કનડી રહી છે.


  જાતિગત સમીકરણો:
  વણિક, પાટીદાર, બ્રાહ્મણ સહિતની ઉજળિયાત કોમ સાથે ઓબીસી, દલિત અને મુસ્લિમ મતદાતાઓ અહીંના ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. આ બેઠક અનુસૂચિત જાતિ (એસસી) માટે અનામત છે.

  વર્તમાન સાંસદનું રિપોર્ટ કાર્ડ :
  અમદાવાદ પશ્ચિમના મતદાતાઓ પાસે ખાસ કોઈ પરફોર્મન્સ ન આપી શકેલા બે ઉમેદવારોમાંથી એકની પસંદગી કરવાનો વિકલ્પ છે. વર્તમાન સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ ઘણાં કામ કર્યા હોવાનો દાવો કર્યો છે.

  કોની વચ્ચે છે જંગ?
  અનુસૂચિત જાતિ માટે અનામત આ બેઠક ઉપર ભાજપ તરફથી સીટિંગ સાંસદ ડૉ. કિરીટ સોલંકી જયારે કોંગ્રેસ દ્વારા રાજુ પરમારને ટિકિટ આપવામાં આવી છે.

  અનુમાન:
  ભાજપના ઉમેદવાર અહીંથી બે ટર્મથી ચૂંટાયા છે પરંતુ આ વિસ્તારની પ્રજાના બહુ કામ થયા નથી તેવું મતદારો માને છે. આ બાબત સત્તા વિરુદ્ધ જઈ શકે છે. આ લોકસભાની આ બેઠકના વિસ્તારમાં આવતી વિધાનસભાની સાતમાંથી ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે તો ચાર ઉપર ભાજપના ઉમેદવારો જીત્યા છે. એલિસબ્રિજમાં છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવાર જંગી બહુમતીથી ચૂંટાઈ રહ્યા છે. છતાંય અશાંત ધારાના વિસ્તારમાંના કામોને કારણે સ્થાનિક જૈન પ્રજા નારાજ છે. આજ રીતે મણિનગરની બેઠક અને અસારવાની બેઠક પણ ભાજપના જ હાથમાં છે. અમરાઈવાડીના હસમુખ પટેલ પણ ભાજપમાંથી ચૂંટાયેલા છે. આ ચાર સભ્યની તાકાત તેમની પડખે છે. પરંતુ એન્ટી ઇન્કમ્બન્સી અને દરિયાપુરમાંથી જીતેલા કોન્ગ્રેસના ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર-ખાડિયાની બેઠક પરથી વિજેતા બનેલા ઇમરાન ખેડાવાલા અને દાણીલીમડાના શૈલેશ પરમાર કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ પરમાર માટે ઉપયોગી બની શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, North Gujarat lok sabha election 2019

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन