Home /News /gujarat /

અમદાવાદના આ યુવાને બનાવ્યુ વોટસએપ રીએક્શન ઇમોજી ટૂલ, એચ.બી.કાપડિયા શાળાનો છે વિદ્યાર્થી

અમદાવાદના આ યુવાને બનાવ્યુ વોટસએપ રીએક્શન ઇમોજી ટૂલ, એચ.બી.કાપડિયા શાળાનો છે વિદ્યાર્થી

વિદિત મણીયાર

Ahmedabad News: શહેરના મેમનગરમાં આવેલી એચબી કાપડિયા સ્કૂલમાં ભણેલો વિદ્યાર્થી અને મૂળ અમદાવાદનો યુવક વિદિત મણીયાર હાલ મેટા કંપનીમાં નોકરી કરે છે.

અમદાવાદ: હાલના યુવાનોને સોશિયલ મીડિયામાં ચેટિંગનું ઘેલું લાગ્યું છે. પણ શું આપને ખબર છે કે, આપ જે વોટ્સએપમાં મેસેજ (WhatsApp message) પર રીએક્ટ કરવા ઈમોજીનો ઉપયોગ કરો છો તે અમદાવાદના (Ahmedabad news) એન્જીનીયરની કમાલ છે. અમદાવાદની એચ.બી કાપડીયા સ્કૂલમાં ભણેલો વિધાર્થી હાલ મેટા કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર છે. વૉટસએપમાં મેસેજ પર રીએક્ટ કરવા ઇમોજી આવ્યા છે તે રિએક્શન પ્રોજેકટની ટીમમાં અમદાવાદનો આ યુવાન કામ કરી રહ્યો છે.

શહેરના મેમનગરમાં આવેલી એચબી કાપડિયા સ્કૂલમાં ભણેલો વિદ્યાર્થી અને મૂળ અમદાવાદનો યુવક વિદિત મણીયાર હાલ મેટા કંપનીમાં નોકરી કરે છે. વિદિત અમદાવાદના વાડજ વિસ્તારનો રહેવાસી છે અને અત્યારે મેટા કંપનીમાં સોફ્ટવેર એન્જીનયર તરીકે નોકરી કરે છે. તેણે 9થી 12 ધોરણ સુધી એચ.બી કાપડિયા સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ધોરણ 12 સાયન્સ કર્યા બાદ તેણે ગાંધીનગરથી એન્જીનયરિંગ કર્યું હતું. જે સ્કૂલમાં અભ્યાસ કર્યો તે એચ. બી કાપડિયા સ્કૂલમાં જ વિદિતને પહેલા નોકરી મળી હતી.

વિદિત મણીયાર


જેમાં તે શિક્ષક તરીકે ફિઝિક્સ ભણાવતો હતો. ત્યારબાદ હાયર એજ્યુકેશન માટે વિદિત વિદેશ અભ્યાસ માટે ગયો. જ્યાં અભ્યાસ બાદ પેયપલ કંપનીમાં 5 વર્ષ સુધી નોકરી કરી. ગત વર્ષે  વિદિત મેટાકંપનીમાં સોફ્ટવેર એન્જીનયર તરીકે જોડાયો હતો. અત્યારે તે USના કેલિફોર્નિયામાં રહે છે. વિદિતે મેટા કંપનીમાં અલગ અલગ નાના મોટા પ્રોજેકટ પર કામ કર્યું. હાલમાં જ વોટસએપમાં મેસેજ પર રીએક્ટ કરવા ઇમોજી આવ્યા છે. આ અપડેટ લાવવા માટે વિદિતે પ્રોજેકટ રિએક્શન ટીમ સાથે પણ કર્યું હતું.

આ પણ વાંચો: વડોદરાનો આ વાહન ચોર છે દુબઇ રિટર્ન, આવડે છે 9 ભાષા

લાંબા સમયની મહેનત બાદ આ પ્રોજેકટ ટીમ સાથે પૂરો કર્યો હતો. વિદિત મણિયારનું કહેવું છે કે, તે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારથી હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્કમા તેની રુચિ  રહેલી છે. વૉટસએપ પહેલાથી જ તેને ગમતું હતું. વૉટસએપના પ્રોજેકટ રીએક્શનમાં પણ કામ કરવાનો ગર્વ છે કે, આ પ્રોજેકટ પર કામ કર્યું છે.

વિદિત મણીયાર


આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક લૂંટ, અકસ્માતનું નાટક કરીને બે ગઠિયાઓ બાઇક પર થયા ફરાર, ઘટના CCTV માં કેદ

એચ. બી. કે સ્કૂલના સંચાલક મુક્તક કાપડીયા જણાવે છે કે, અમારા માટે ગર્વની વાત છે કે, અમારી સ્કૂલમાં ભણેલો વિદ્યાર્થી આજે મેટા કંપનીમાં છે. સ્કૂલના અનેક વિદ્યાર્થીઓ સફળતા મેળવીને આજે અનેક સારી જગ્યા પર છે અમે હજુ ઇચ્છીએ છે કે, અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ ભણીને આગળ વધે અને પ્રગતિ કરે અને સ્કૂલનું નામ, ગુજરાત અને દેશનું નામ રોશન કરે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Good story, Inspirational, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર