Home /News /gujarat /

અમદાવાદ: ત્રણ યુવક-યુવતી દારૂની મહેફિલ માણતા ઝડપાયા, રેવ પાર્ટી હોવાની ચર્ચા

અમદાવાદ: ત્રણ યુવક-યુવતી દારૂની મહેફિલ માણતા ઝડપાયા, રેવ પાર્ટી હોવાની ચર્ચા

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન, અમદાવાદ

અમદાવાદના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાંથી 3 યુવાન-યુવતીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે

    ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજ-બરોજ દારૂ ઝડપાવવાની અને દારૂની મહેફિલ માણવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ વધુ એક ઘટના અમદાવાદથી સામે આવી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાંથી 3 યુવાન-યુવતીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. યુવાન-યુવતીઓ વસ્ત્રાપુર વિસ્તારમાં રહેણાંક મકાનમાં દારૂની પાર્ટી કરી રહ્યા હતા.

    પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વસ્ત્રાપુર લેક પાસે આવેલા એક ફ્લેટમાં કેટલાક યુવાન-યુવતી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની માહિતી મળતા રેડ કરવામાં આવી. આ સમયે ઘટના સ્થળ પર ત્રણ યુવાન-યુવતી ટેપ વગાડી દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. આથી લાગી રહ્યું છે કે, યુવાનો દ્વારા રેવ પાર્ટી મનાવવામાં આવી રહી હતી.

    હાલમાં પોલીસે ત્રણે લોકોની ધરપકડ કરી. આ યુવાનો કોણ છે? કોનું મકાન છે? કેમ દારૂની પાર્ટી કરી રહ્યા હતા? દારૂ ક્યાંથી લાવ્યા? વગેરે પૂછપરછ હાથ ધરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Arrested, અમદાવાદ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन