Ahmedabad: વાસણા પોલીસે કર્યું કઈક એવું કે મહિલા જીવનભર આ પ્રસંગ રાખશે યાદ
Ahmedabad: વાસણા પોલીસે કર્યું કઈક એવું કે મહિલા જીવનભર આ પ્રસંગ રાખશે યાદ
વાસણા પોલીસે કર્યું કઈક એવું કે મહિલા જીવનભર આ પ્રસંગ રાખશે યાદ
Ahmedabad Police: વાસણા પોલીસ સ્ટેશન આવીને તેમને આખી ઘટના વિશે જાણ કરી અને પોલીસે પણ અલગ અલગ સીસીટીવી ફૂટેજ જોઈને અને જરૂરી એનાલીસિસ કરીને તાત્કાલિક તે રિક્ષા ડ્રાઈવરને સોધી કાઢેલ અને...
અમદાવાદના વાસણા પોલીસે (Vasana police) એક મહિલાની એવી મદદ કરી છે કે જે તેને જીવન ભર યાદ રેહશે. મહિલાની એક બેગ રિક્ષામાં ભુલાઈ ગઈ હતી અને જે બેગમાં સોના અને ચાંદીના દાગીના સહિત રોકડ રકમ હતી અને જે બેગ ભૂલી જતા તે તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવી હતી અને તમામ ઘટના વિશે જાણ કરી હતી અને પોલીસે (Ahmedabad Polioce) તરત કામગીરી સરું કરી અને કલાકો માં મહિલાની બેગ સોધીને લઈ આવી અને પરત આપી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો મૂળ ભાવનગરની રેહવાસી જોહરાબાનું મુમતાની ગીતા મંદિરથી રિક્ષામાં બેસીને વાસણામાં આવેલ અને તેમની પાસે એક બેગ હતી અને જે બેગમાં 1.5 લાખના દાગીના અને 23 હજાર રૂપિયા રોકડા હતા પરંતુ તે બેગ તે રિક્ષામાં ભૂલીને હતા રહ્યા હતા અને ત્યાર બાદ તે બેગ પરત મળે તે માટે પોલીસની મદદ લીધી હતી.
વાસણા પોલીસ સ્ટેશન આવીને તેમને આખી ઘટના વિશે જાણ કરી અને પોલીસે પણ અલગ અલગ સીસીટીવી ફૂટેજ જોઈને અને જરૂરી એનાલીસિસ કરીને તાત્કાલિક તે રિક્ષા ડ્રાઈવરને સોધી કાઢેલ અને તે બેગ પરત લઈ મહિલાને આપી દીધી હતી. મહત્વનું છે જે આ બેગ પરત મળતા મહિલાને ખુશી થઈ હતી અને તેમને પોલીસનો પણ આભાર માન્યો હતો.
મહત્વનું છે કે સામાન્ય જનતા અને પોલીસ વચ્ચે સારો સંબંધ બની રહે તે માટે પણ અવાર નવાર કર્યો કરવામાં આવે છે અને થોડા દિવસ પેહલા પણ એક વિકલાંગ કિશોરને અમદાવાદના પોલીસ કમિશ્નર દ્વારા IPLની ફાઈનલ મેચની ટિકિટ આપીને મેચ બતાવવામાં આવ્યો હતો અને જેને લઈ પણ પોલીસની ખુબ સહારના થઈ હતી. મહત્વનું છે કે પોલીસ અને લોકો વચ્ચે ડર ન રેહ તે માટે અનેક પ્રયત્ન કરવામાં આવે છે
મહત્વ નું છે કે સામાન્ય જનતા અને પોલીસ વચ્ચે સારો સંબંધ બની રહે તે માટે પણ અવાર નવાર કર્યો કરવામાં આવે છે અને થોડા દિવસ પેહલા પણ એક વિકલાંગ કિશોર ને અમદાવાદ ના પોલીસ કમિશ્નર દ્વારા આઈપીએલ ની ફાઈનલ મેચ ની ટિકિટ આપી ને મેચ બતાવવા માં આવેલ અને જેને લઈ પણ પોલીસ ની ખુબ સહારના થઈ હતી..મહત્વ નું છે કે પોલીસ અને લોકો વચ્ચે ડર ના રેહ તે માટે અનેક પ્રયત્ન કરવામાં આવે છે..
નવીન ઝા
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર