Home /News /gujarat /

અમદાવાદ: 1 કરોડથી વધુની કિંમતના ચરસ સાથે બે કાશ્મીરી ઝડપાયા

અમદાવાદ: 1 કરોડથી વધુની કિંમતના ચરસ સાથે બે કાશ્મીરી ઝડપાયા

    નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આજે અમદાવાદમાં 10 કિલો ચરસ ઘુસાડવાની કોશિશ કરતા બે કાશ્મીરી લોકોને ઝડપી પડ્યા. અંતરરાષ્ટ્રીય બજારમાં આ ચરસની કિંમત એક કરોડથી વધારે છે. સોહેલ અહમદ ગની અને મુસ્તાક બટ્ટ નામના કાશ્મીરી તસ્કરોને વૈષ્ણોદેવી સર્કલથી એનસીબીએ ઝડપી પાડયા.

    તસ્કરો એક કરોડ રૂપિયાના ચરસ કાશ્મીરના અનંતનાગથી લાઈને અમદાવાદમાં પહોંચાડે તે પહેલાજ એનસીબીએ ઝડપી પડ્યું. બેઉ તસ્કરો કાશ્મીરના છે અને અનંતનાગથી ચરસ અમદાવાદ લાવી રહ્યા હતા. તેઓ ચરસ ટ્રકના છાપરે છુપાવીને લાવી રહ્યા હતા ત્યારે બાતમીના આધારે ટ્રક્ની તાપસ કરતા ચરસ મળી આવ્યું હતું.

    એનસીબી ઝોનલ ડિરેક્ટર હરીઓમ ગાંધીએ જણાવ્યું કે, આ ટ્રક જમ્મુ-કાશ્મીર અનંતનાગથી લોડ કરવામાં આવી હતી, ત્યાંથી તેઓ સાંભા આવ્યા, અહીં દવાઓના કેટલાક ડ્રમ લોડ કર્યા, જેને મહેસાણામાં ઉતારવામાં આવ્યા, ત્યારબાદ આ ટ્રકમાં તેમની પાસે માત્ર ચરસ જ બચ્યું હતું. જેને લઈ આ બંને વ્યક્તિ અમદાવાદ આવ્યા.

    તો અમને અગાઉથી બાતમી મળતા અમે વૈષ્ણોદેવી સર્કલ પર વોચ ગોઠવી હતી, અમે તુરંત જમ્મુ-કાશ્મીરના પાર્સિગની ટ્રક જોતા તેને ઉભી રાખી અને તપાસ કરતા ટ્રકના ઉપરના કેબિનમાંથી અમને 10 કિલો ચરસ મળી આવી, જે લાડવાના સેપમાં હતી. જેની બજાર કિંમત લગભગ 1 કરોડથી પણ વધારે થાય છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Arrested, Rs. 1 crore, Two, Worth, અમદાવાદ

    આગામી સમાચાર