Home /News /gujarat /અમદાવાદનો પોલીસકર્મી વસંત પરમાર દારૂની ખેપ મારતા ઝડપાયો, ટુ વ્હિલર પર કરતો હતો હેરાફેરી

અમદાવાદનો પોલીસકર્મી વસંત પરમાર દારૂની ખેપ મારતા ઝડપાયો, ટુ વ્હિલર પર કરતો હતો હેરાફેરી

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad news: ટ્રાફિક વિભાગનો હેડ કોન્સ્ટેબલ વસંત પરમાર અસારવા નજીક મોહન સિનેમા પાસેની ચાલીમાંથી દારૂ લાવ્યો હતો

અમદાવાદ : સામાન્ય રીતે દારૂનું વેચાણ કરતા બુટલેગરોને પકડવાની જવાબદારી પોલીસની (Gujarat Police) હોય છે. પરંતુ જો કોઈ પોલીસ કર્મચારી દારૂના ધંધામાં (Ahmedabad Police man caught with alcohol) જોડાઈ જાય તો આરોપીઓને કોણ પકડશે એ મોટો સવાલ છે. આ પહેલી વાર નથી કે, કોઈ પોલીસ દારૂ સાથે પકડાયો છે આ પેહલા પણ અનેક પોલીસ કર્મચારીઓ દારૂ સાથે પકડાઈ ગયા છે. અમદાવાદના (Ahmedabd) ઇગલ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી આ વખતે દારૂની હેરાફેરી કરતા પકડાઈ ગયો છે.

ટ્રાફિક જવાન દારૂ સાથે ઝડપાયો

ઇગલ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા ટ્રાફિક જવાન વસંત પરમાર 27 દારૂની અલગ અલગ બ્રાન્ડ સાથે પકડાઈ જતા પાલડી પોલીસે કાર્યવાહી કરી છે.સમગ્ર ઘટનાની વાત કરીએ તો, પાલડી પોલીસને માહિતી મળી હતી કે, એક વ્યક્તિ જે એકટીવા લઈને પરિમલ અન્ડરબ્રિજથી સુવિધા ચાર રસ્તા થઈને સુમેરુ કોમ્પ્લેક્ષ થઈને જૈન નગર તરફ જવાનો છે. જે માહિતીના આધારે પાલડી પોલીસ પેહલાથી વોચ ગોઠવી હતી અને વસંત પરમાર ત્યાં આવતા તેને રોકીને તપાસ કરી હતી. તેણે પેહલા પોતાની ઓળખ પોલીસ તરીકે આપી. પાલડી પોલીસે આરોપીના વાહનની આગળ રહેલી એક બેગ ચેક કરી તો તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 27 બોટલો મળી આવી અને જે બાદ પાલડી પોલીસે આરોપીની ધરપકડ કરી ને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો - રાજકોટની બેંકના કેશ કાઉન્ટરમાંથી ગઠિયો લઇ ગયો 1.83 લાખ રોકડા, જુઓ CCTV

આ દારૂનો જથ્થો તેને કોણે આપ્યો અને આ દારૂ કોણે આપવા જવાનો હતો તે પણ તપાસનો વિષય છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, આ પોલીસકર્મી છેલ્લા કેટલા સમયથી આ રીતે દારૂના વેપાર સાથે જોડાયેલો છે. હાલ તો આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પાલડી પોલીસ સ્ટેશન


પહેલા પણ બુટલેગર બનેલા પોલીસ કર્મી ઝડપાયા છે 

થોડા સમય પહેલા અરવલ્લી જિલ્લામાં પણ આવો જ એક બનાવ બન્યો હતો. એક પોલીસ જ બુટલેગર બનીને દારૂનું વેચાણ કરી રહ્યો હતો. અરવલ્લી પોલીસે કાર્યાવાહી કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. હિંમતનગરના એ-ડિવિઝનમાં ફરજ બજાવતો પોલીસકર્મી વિદેશી દારૂ સાથે ઝડપાયો હતો. ભિલોડા પોલીસે ટાકાટૂંકા પાસેથી બુટલેગર પોલીસકર્મીને ઝડપ્યો હતો. દારૂ ભરેલી કાર લઈને નાસી છૂટેલા બે અન્ય આરોપીઓ ધનસોર પાસે કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસમાં ફરજ બજાવતો કર્મી જ બુટલેગર બનીને દારૂનું વેચાણ કરી રહ્યો હતો. ભિલોડા પોલીસે કાર સહિત 4.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat police, Liquor seized, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन