અમદાવાદમાં પાન પાર્લર પર જવાની કિંમત રૂપિયા 26 લાખ, સોનાનાં વેપારીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો
અમદાવાદમાં પાન પાર્લર પર જવાની કિંમત રૂપિયા 26 લાખ, સોનાનાં વેપારીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો
અમદાવાદ પાન પાર્લરમાં ચોરી
Ahmedabad Crime: જવેલર્સને ત્યાં કામ કરતો કર્મચારી રૂપિયા ત્રણ લાખ રોકડા અને દાગીના એક્ટિવાની ડેકીમાં મૂકીને પાન પાલર પર ગયો ત્યારે ગઠિયાઓ ડેકીમાંથી ગણતરીની સેકંડોમાં સોનાના દાગીના અને રૂપિયા 3 લાખ રોકડાની બેગ ગઠિયો ઉઠાંતરી કરી ફરાર
અમદાવાદ શહેરનાં વેપારીઓ (Ahmedabad Crime) માટે એક ચેતવણીરૂપ કિસ્સો રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે. જવેલર્સને ત્યાં કામ કરતો કર્મચારી રૂપિયા ત્રણ લાખ રોકડા અને 23 લાખ રૂપિયાનાં દાગીના એક્ટિવાની ડેકીમાં મૂકીને પાન પાલર પર ગયો ત્યારે ગઠિયાઓ ડેકીમાંથી ગણતરીની સેકંડોમાં બેગની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયો છે.
શહેરનાં મહાદેવનગર વિસ્તારમાં સુવર્ણ રાજ નામની સોનાની દુકાન ધરાવતા રમેશભાઈ પટેલ દ્વારા આ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે 9મી માર્ચે તઓ દુકાન પર હાજર હતા ત્યારે ખોખરા વિસ્તારમાં જવેલર્સ ધરાવતા તેમના ભાગીદારનાં પિતરાઈ ભાઈ હિમાંશુભાઈનો ફોન આવ્યો હતો અને એક ગ્રાહક માટે સોનાનાં જડતરનાં દાગીના તેમજ રૂપિયા 3 લાખ રોકડાની તેમને જરૂર છે તેથી મોકલવાંની માંગણી કરી હતી. જે લેવા માટે ફરિયાદીની દુકાન પર હિમાંશુભાઈનો કર્મચારી ભાગ્ય શાહ અને નીશ શાહ આવ્યાં હતા.
ફરિયાદીએ તેઓને 443 ગ્રામ દાગીના જેની કિંમત રૂપિયા 23 લાખ અને રૂપિયા 3 લાખ રોકડા આપ્યા હતા. જે બેગ એકટીવાની ડીકીમાં મૂકી અને બન્ને કર્મચારીઓ મહાદેવ નગરના ટેકરા પર આવેલ પાન પાર્લરમાં ગયા હતા. જો કે આ સમયે ગ્રાહકને આજે દાગીના જોઈતા નથી જેથી દાગીના પરત આપીને રૂપિયા 3 લાખ રોકડા લઈને આવવા માટેનો ફોન આવતા બંને કર્મચારી ફરિયાદીની દુકાને પરત ગયા હતા.
આ સમયે ડેકી ખોલતા તેમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ ગાયબ હતી. જે અંગેની જાણ ફરિયાદીને કરતા તેઓ પાન પાર્લર પર પહોંચ્યા હતા. અને આસપાસ માં તપાસ કરતા કંઈ મળી આવ્યું માં હતું. જેથી નજીકમાં સીસીટીવી જોતા જાણવા મળ્યું હતું કે બે ગઠિયાઓ એકટીવાની ડેકી ખોલીને તેમાંથી બેગની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા છે. જે અંગેની જાણ પોલીસને કરતા હાલમાં પોલીસ એ ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર