Home /News /gujarat /

રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ગાંધીનગરમાં 41.5 ડિગ્રી

રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ગાંધીનગરમાં 41.5 ડિગ્રી

રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ગાંધીનગરમાં 41.5 ડિગ્રી.

    અમદાવાદઃ રાજ્યમાં આજે ગરમીનો પારો યથાવત્ રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ મહત્તમ તાપમાન ગાંધીનગરમાં 41.5 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત રાજ્યમાં સરેરાશ મહત્તમ તાપમાન 40.5 ડિગ્રીની આસપાસ રહ્યું હતું.

    મળતી વધુ વિગત મુજબ, રાજ્યમાં ગરમ પવનો ફૂંકાવાથી મહત્તમ તાપમાન હાલમાં તો યથાવત રહ્યું છે. સૌથી વધુ મહત્તમ તાપમાન ગાંધીનગરમાં 41.5 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, અમદાવાદમાં 41.1 ડિગ્રી, ડીસાનું 41.2 ડિગ્રી, ઈડર, અમરેલી અને ભુજનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી, સુરતનું 40.2 ડિગ્રી અને રાજકોટનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું છે.

    રાજ્યમાં ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ડીસા, ઈડર, અમરેલી, ભુજ એમ કુલ સાત શહેરોમાં મહત્તમ તાપમાન સરેરાશ 41 ડિગ્રી નોંધાયું છે. આવનારા દિવસોમાં હીટ વેવની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા બપોરના 12થી 4માં કામ વગર ન નીકળવાની પણ વારંવાર સૂચના આપવામાં આવી છે. આવનારા દિવસોમાં પારો ઊંચો જવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Hit wave, Temperature, અમદાવાદ, ગાંધીનગર`, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन