અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની Ph.D.ની વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ કરાયો હોવાની માહિતી મળી છે. યુનિવર્સિટીના પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિના માનસિક, શારીરિક ત્રાસથી કંટાળીને વિદ્યાર્થિનીએ આજે આપઘાતનો પ્રયાસ કર્યો છે.
મળતી વધુ વિગત મુજબ, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં Ph.D.કરી રહેલી વિદ્યાર્થિનીને યુનિવર્સિટીના પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિના માનસિક, શારીરિક ત્રાસ આપતા હોવાની વિગત બહાર આવી છે. પ્રોફેસરની ત્રાસથી કંટાળી વિદ્યાર્થિનીએ આજે આપઘાતનો પ્રચાસ કર્યો હતો. પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિના ત્રાસથી છેલ્લા 2 દિવસમાં બે વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રજિસ્ટ્રાર દ્વારા 3 દિવસમાં ન્યાય આપવા લેખિતમાં બાંહેધરી અપાઈ છે. પોલીસ-ફરિયાદ પણ કરાઈ છે. જોવું રહ્યું હવે આવનારા દિવસમાં પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ સામે યુનિવર્સિટી અને પોલીસ કેવા પગલાં લે છે. વધુ વિગત જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ