અમદાવાદઃ તમે પોલીસ વિભાગના કૂતરાઓને એટલે કે સ્નિફર ડોગ્સને શંકાસ્પદ સ્થળે તપાસ કરતાં જ જોયા હશે, પણ એ કૂતરાઓને ડોગ શોમાં રમત પરેડ કરતાં તો નહીં જ નિહાળ્યા હોય. અમદાવાદમાં એક ડોગ શો યોજાઈ ગયો, જેમાં પોલીસ વિભાગના ડોગ્સ સહિત દોઢ સો કરતાં વધારે કૂતરાઓએ ભાગ લીધો અને લોકોના દિલ મોહી લીધાં
આ દશ્યોમાં પોલીસ ભલે લાઈનબંધ ઊભા હોય, પરંતુ પરેડ પોલીસની નહીં, પોલીસ વિભાગના શ્વાનની છે. અમદાવાદમાં એક ડોગશો યોજાઇ ગયો, જેમાં પોલીસ વિભાગના 24 જેટલા શ્વાને હિસ્સો લીધો હતો. સમગ્ર ગુજરાતમાંથી શ્વાનને આ ડોગ શોમાં લાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે શંકાસ્પદ સ્થળે તપાસ માટે કૂતરાને લઇ જતાં પોલીસકર્મીઓને પણ ડોગ શોમાં શ્વાનને લઇને આવવાનો ખૂબ આનંદ થયો.
પોલીસ વિભાગ ઉપરાંત શહેરના શ્વાનલવર્સ પણ પોતાના શ્વાનને લઇને ઊમટી પડ્યા હતા. 170 જેટલા શ્વાને વિવિધ નખરાં કરીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. અમદાવાદ ઉપરાંત વડોદરા, મુંબઇ અને રાજસ્થાનથી પણ લોકો પોતાના શ્વાનને લઇને આવ્યા હતા અને વિવિધ કરતબ દર્શાવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર