Home /News /gujarat /

અમદાવાદ: હવસખોર ભુવો ઝડપાયો - વિધિના બહાને 15 વર્ષની સગીરા પર નજર બગાડી, અને પછી...

અમદાવાદ: હવસખોર ભુવો ઝડપાયો - વિધિના બહાને 15 વર્ષની સગીરા પર નજર બગાડી, અને પછી...

હવસખોર ભુવો મહેશ રાવલ

Ahmedabad Crime : સોલા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરા 22 માર્ચનાં રોજ રાત્રે 11 વાગે ઘરે નહીં મળી આવતા પરિવારે શોધખોળ કરી હતી. ત્યારે બીજા દિવસે સગીરા મહેસાણામાં આવેલા મામાનાં ઘર નજીક મળી આવી હતી. સગીરાની પૂછપરછ કરતા ભૂવો મહેશ રાવલ ગાડીમાં ફરાવવા લઈ જવાના બહાને લઈ ગયો હતો.

વધુ જુઓ ...
હર્મેશ સુખડીયા, અમદાવાદ: સોલામાં માતાજીની વિધિના બહાને ભુવાએ 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું છે. પોલીસે ભુવાની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે. આરોપીએ અલગ અલગ લાલચ આપી આ ગુનાને અંજામ આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ ભુવાનું નામ મહેશ રાવલ છે. આ ભુવાએ 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને તેને મૂકીને ફરાર થઈ ગયો હતો.

ઘટના કંઈક એવી છે કે સોલા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરા 22 માર્ચનાં રોજ રાત્રે 11 વાગે ઘરે નહીં મળી આવતા પરિવારે શોધખોળ કરી હતી. ત્યારે બીજા દિવસે સગીરા મહેસાણામાં આવેલા મામાનાં ઘર નજીક મળી આવી હતી. સગીરાની પૂછપરછ કરતા ભૂવો મહેશ રાવલ ગાડીમાં ફરાવવા લઈ જવાના બહાને લઈ ગયો હતો.

આ પણ વાંચો-BSF DG પંકજકુમાર સિંઘ હરમીનાળા સરક્રિકની મુલાકાતે : જાણો સુરક્ષા વ્યવસ્થા મુદ્દે તેમનું મંતવ્ય

ત્યાર બાદ હોટલમાં જમવાનું કહીને રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું. આરોપી દુષ્કર્મ બાદ સગીરાને ઘરે મુકવા આવ્યો ત્યારે ભીડ જોઈને મહેસાણા લઈ જઇને છોડીને ફરાર થઈ ગયો હતો. આ દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

હવસખોર ભુવો મહેશ રાવલ


સગીરાનાં ઘરે માતાજીની વિધિ કરવા માટે ભુવો મહેશ રાવલ અને ભુવો ખલી એક મહિના પહેલા આવ્યા હતા. આ દરમિયાન આરોપીને સગીરા પસંદ આવી જતા તેને મોબાઈલ નંબર આપ્યો હતો. બીજી વખત ફરી વિધિ કરવાના બહાને આવ્યો અને સગીરાને મોબાઈલ આપીને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી.. 22 માર્ચની રાત્રે પણ સગીરાને ફોન કરીને બોલાવી અને ફરવા લઇ જવાના બહાને દુષ્કર્મ આચરીને છોડીને ફરાર થઈ ગયો. સોલા પોલીસે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી મહેશ રાવલની ધરપકડ કરી છે.

અંધશ્રદ્ધાનાં નામે ઢોંગી ભૂવાઓ લોકો સાથે ઠગાઈ કરતા હોય છે. પરંતુ આ ભુવાએ તો પ્રેમજાળમાં ફસાવીને સગીરાને ભગાડીને દુષ્કર્મ આચરી છોડી દીધી. આ ગંભીર ઘટનાથી દરેક માતા પિતાએ ચેતવાની જરૂર છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને મેડિકલ તપાસ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad police

આગામી સમાચાર