Home /News /gujarat /

અમદાવાદ: શંકાશીલ પતિએ તમામ હદ વટાવી, સુંદર પત્નીને કોઇ સાથે વાતચીત કે ધાબે પણ એકલા જવાની મનાઇ

અમદાવાદ: શંકાશીલ પતિએ તમામ હદ વટાવી, સુંદર પત્નીને કોઇ સાથે વાતચીત કે ધાબે પણ એકલા જવાની મનાઇ

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime: એન્જિનિયર યુવતીનો આરોપ છે કે તેનો પતિ તેના પગારનાં પૈસાની માંગણી કરતો. તેમજ યુવતીએ લગ્ન પહેલાં મકાન લીધુ હતું તે મકાન પતિ પોતાનાં નામે કરી દેવા માટે દબાણ કરતો હતો. પરિણીતાએ સાસરિયાં વિરુદ્ધ પણ ફરિયાદ નોંદાવી છે. તેઓ તેનાં પતિનો જ સાથ આપતાં. 

વધુ જુઓ ...
અમદાવાદ - એપ્લિકેશન મારફતે પરિચયમાં આવેલા યુવક સાથે લગ્ન કરવા એન્જિનિયર યુવતીને ભારે પડ્યું છે. લગ્નના એકાદ અઠવાડિયા સુધી યુવતિને સારી રીતે રાખ્યા બાદ તેને નાની નાની બાબતોમાં માનસિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. યુવતીનો આરોપ છે કે તેનો પતિ તેના પર શંકા રાખીને તારે કોઈની સાથે વાતચીત કરવાની નહીં, કોઈ જગ્યાએ બહાર જવાનું નહીં અને જો ધાબા પર કપડાં સૂકવવા માટે જાય તો કોઈને સાથે લઈને જવું, તેમ કહેતા હતા.
રામોલ વિસ્તારમાં રહેતી એક યુવતી એ રામોલ પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

આ પણ વાંચો-અહિંથી કરો ACની ખરીદી, 25 હજારથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે સપ્લિટ AC

યુવતીનો આરોપ છે કે તેનો પતિ તેના પર શંકા રાખીને તારે કોઈની સાથે વાતચીત કરવાની નહીં, કોઈ જગ્યાએ બહાર જવાનું નહીં અને જો ધાબા પર કપડાં સૂકવવા માટે જાય તો કોઈને સાથે લઈને જવું, તેમ કહેતા હતા. યુવતીને તેના માતા-પિતા સાથે પણ વાત ચીત કરવા દેતા ન હતા.

એટલું જ નહીં યુવતીના પતિએ તારા માતા-પિતા એ દહેજમાં કશું આપેલ નથી તેમ કહીને ચાંદીના વાસણ ની માંગ કરી હતી. જો કે યુવતીએ આ બાબતે તેના માતા પિતા ને ફોન કરવાની ના પાડતા જ તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને નીચે પાડી દઈ ને મારઝૂડ કરી હતી. થોડા દિવસ બાદ યુવતીના સાસરીયા દ્વારા તેના પગારના પૈસાની પણ માંગ કરવામાં આવી હતી અને લગ્નના પાંચ વર્ષ પહેલા યુવતીએ જે મકાન લીધું હતું તે તેના પતિએ પોતાના નામે કરવા માટે દબાણ કરતો હતો.

શારીરિક અને માનસિક ત્રાસ આપ્યા બાદ છૂટાછેડાની માંગણી કરતા યુવતીએ તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે હાલમાં આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad police, Ahmedabad Samachar, Crime news, Social media, અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन