અમદાવાદ: તારે અન્ય પુરુષો સાથે સબંધ છે, તો મારે તને શું કામ રાખવી પડે, તું મરી જા તો મને શાંતિ થાય અને તું મને છૂટાછેડા આપી દે. ખોટી રીતે શક વહેમ રાખીને પત્નીની સાથે અવાર નવાર બોલાચાલી ઝઘડો કરીને જીવથી મારી નાંખવાની ધમકી આપતા પત્ની એ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
અમદાવાદનાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે વર્ષ 2019 માં લગ્ન બાદ તે તેના સાસરીમાં રહેવા માટે ગઈ હતી. જ્યાં તેને શરૂઆતમાં સારી રીતે રાખવામાં આવતી હતી. જો કે બાદમાં તેણે એક પુત્ર ને જન્મ આપ્યો હતો. તેનો પતિ આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ તેની પર ખોટી રીતે શક વહેમ રાખીને હેરાન પરેશાન કરતો. અને યેન કેન પ્રકારે કોઈ પણ બહાના કાઢીને અવારનવાર બોલાચાલી કરી ઝઘડો કરતો હતો.
તેને બિભત્સ ગાળો બોલતો અને જીવથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. આમ મહિલા સાથે મારઝૂડ કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા પતિ વિરુદ્ધ આખરે મહિલાએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
તે મહિલા પર વહેમાતો હતો અને તેને વાંરવાર કહેતો કે, તારે અન્ય પુરુષો સાથે સબંધ છે, તો મારે તને શું કામ રાખવી પડે, તું મરી જા તો મને શાંતિ થાય અને તું મને છૂટાછેડા આપી દે. તેવું કહી તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. જેથી મહિલા કંટાળીને તેના બાળકો સાથે પતિથી અલગ રહેવા માટે જતી રહી હતી.
તેનાંથી અલગ રહેતી હોવા છતાં તે તેને હેરાન પરેશાન કરતો હતો. તેનો પતિ ગત રોજ મહિલાનાં ભાડાનાં ઘરે ગયો હતો. અને મકાન માલિક સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. તેણે મકાન માલિકને કહ્યું કે, તે મારી પત્નીને મકાન ભાડે કેમ આપ્યું છે, મારી પત્નીને કેમ તું સાથ આપે છે. હું તને જોઈ લઈશ કહીને ત્યાંથી નીકળી ગયો હતો. હાલમાં પોલીસે આ મામલે મહિલાની ફરિયાદી દાખલ કરી છે અને કેસમાં વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર