Home /News /gujarat /

અમદાવાદ : ધો.10નું પરિણામ લેવા જવાનું કહી ઘરેથી જનાર વિદ્યાર્થી થયો ગુમ

અમદાવાદ : ધો.10નું પરિણામ લેવા જવાનું કહી ઘરેથી જનાર વિદ્યાર્થી થયો ગુમ

પ્રતીકાત્મક તસવીર

ઘરેથી ખેડા રિઝલ્ટ લેવા જઉ છું તેમ કહી નીકળ્યો હતો.

    હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરના નરોડા વિસ્તારમાં રહેતો અને ખેડા સ્વામિનારાયણ ગુરુકુળમાં ધો.10માં અભ્યાસ કરનાર વિદ્યાર્થી રિઝલ્ટ બાદ ગુમ થઈ ગયો છે. ઘરેથી ખેડા રિઝલ્ટ લેવા જઉ છું તેમ કહી નીકળ્યો હતો. મોડી સાંજ સુધી વિદ્યાર્થી પરત ન આવતા તેના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થી ચાર વિષયમાં નાપાસ થયો છે. પુત્ર નાપાસ થયો છે અને ગુમ હોય તેના માતા-પિતા ચિંતા તુર બન્યા છે.

    માતાપિતા પાસેથી 150 રૂપિયા લઇને નીકળ્યો હતો

    દિનેશભાઈ પીપળીયાનો મોટો પુત્ર જય ખેડા સ્વામિનારાયણ ગુરુકુળમાં ધો.10માં અભ્યાસ કરતો હતો. તેણે આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી હતી. ગઈકાલે રિઝલ્ટ હોવાથી સવારે તેના માતા-પિતા નોકરીએ જતા હતા ત્યારે તે ખેડા રિઝલ્ટ લેવા ગયો હતો. તેણે માતાપિતા પાસેથી 150 રૂપિયા પણ લીધા હતાં.

    આ પણ વાંચો : પતિનાં અફેરની શંકાએ પત્નીએ FBમાં બનાવ્યું ફેક ID, મોકલ્યાં બીભત્સ મેસેજ

    મોડી સાંજ સુધી પરિવારે શોધખોળ કરી હતી

    જે બાદ સાંજે માતાપિતા પણ ઘરે પાછા આવ્યાં હતાં. પરંતુ જય પાછો આવ્યો ન હતો. પરીવારજનોએ સગાસંબંધીઓના ત્યાં તપાસ કરી હતી પરંતુ ત્યાં મળી આવ્યો નહોતો. જયના પિતાએ જણાવ્યું હતું કે તે ચાર વિષયમાં નાપાસ થયો છે. રિઝલ્ટ લેવા જાઉં છું તેમ કહ્યું હતું. ગુરુકુળમાં તપાસ કરતા તે રિઝલ્ટ લેવા ગુરુકુળમાં ગયો જ નથી તેવું જાણવા મળ્યું હતું.

    આ પણ વાંચો : 'વાહનનાં હપ્તા બાકી છે' કહીને ગઠિયાઓ એક્ટિવા લઇને થયા રફૂચક્કર

    ઉપલેટામાં પરિણામ આવતા કર્યો હતો આપઘાતનો પ્રયાસ

    ઉપલેટાની ઉષાગૌરી પરમાર નામની વિદ્યાર્થિની ધોરણ 10માં 2 વિષયમાં નાપાસ થઇ છે. જેનાં કારણે તેણે તુલસી એપાર્ટમેન્ટનાં છઠ્ઠા માળેથી કુદકો લગાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલાં છાપરા પર પડી હતી. જેના કારણે તેનો જીવ બચી ગયો છે. આ ઘટનાની સાથે જ આસપાસનાં સ્થાનિકો આવી ગયા હતાં અને તરત જ આ વિદ્યાર્થિનીને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Depression, Exam, Missing, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર