અમદાવાદ: આ વખતે ઉનાળાની (Ahmedabad heatwave) શરૂઆતથી જ આ વખતે સૂરજદાદા કોપાયમાન થયા છે. આગ ઝરતી ગરમીમાં લોકોએ રહેવું પણ અઘરું રહ્યુ છે. અને લોકોએ ગરમીથી બચવા એસી અને કુલરનો સહારો લેવો પડ્યો છે. ગવર્મેન્ટ પોલીટેકનીક અમદાવાદના વિધાર્થીઓએ બજારમાં મળતા કુલરથી હટકે અને એસીને પણ હંફાવે તેવું કુલર બનાવ્યું છે. જે તમને ગરમીમાં પણ ઠંડા ઠંડા કુલ કુલનો અહેસાસ કરાવશે.
વિધાર્થીએ બનાવેલું આ કુલર રેફ્રીઝરેટર બેઝડ છે. જે ગરમીની અકળામણથી આપશે છુટકારો અને શીતળ ઠંડક. કેવું છે એ રેફ્રીઝરેટર બેઝડ કુલર અને કેવીરીતે તે કરે છે કામ તે જાણવું જરૂરી છે. સામાન્ય રીતે કુલરમાં પાણી નાખવામાં આવે છે. પણ કુલરમાં નાખવામાં આવતું પાણી આપમેળે જ ઠંડુ થાય તો... તો ચોક્કસથી તે ઠંડી હવા આપશે જ. જી હા આ પ્રકારનું કુલર બનાવ્યું છે અમદાવાદ ની સરકારી પોલીટેકનીકના મિકેનિકલ વિભાગના જીગીશાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વિધ્યાર્થી અક્ષત પટેલ, કીશન ચોધરી, જતીન ભુવા, નીલ ચોવટીયા અને હરીન ચુડાસમાએ રેફ્રિજરેશન આધારિત એર કૂલર બનાવ્યું છે.
સામાન્ય એર કૂલર સામે રેફ્રિજરેશન આધારિત એર કૂલરના ફાયદા ઘણાં છે
વિધાર્થીઓ જણાવે છે કે, કુલ૨માં જ ઇવોપરેટર , કન્ડેન્સર, કોમ્પ્રેસર, કેપીલરી ટ્યુબ અને રેફ્રીજરન્ટનો ઉપયોગ કરીને આ નવા પ્રકારનુ કુલર વિકસાવ્યું છે. આમ આ વિધ્યાર્થીઓ એ કુલરની અંદર જ પાણીને ખુબ ઠંડુ કરવાની ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને ઠંડી, તાજી હવાની અનુભુતી કરાવે તેવુ કુલર વિકસાવ્યું છે. માર્કેટમાં મળતા કુલરોમા આવી કોઇ વ્યવસ્થા હોતી નથી એટલે એ કુલરો લોકો ને અતીશય ગરમીમા ખાસ રાહત આપી શકતા નથી.
તો સામે એ.સીનો ખર્ચ બધાને પોસાય એવો હોતો નથી. એ સંજોગોમા આ નવો વિકલ્પ ગરીબ, મીડલ ક્લાસના લોકો અને ગ્રામ્ય વિસ્તારના લોકો કે જ્યાં એ.સી માટે ટેકનીશીયનો સહેલાઇથી ઉપલબ્ધ નથી તેવા લોકો માટે વરદાન રુપ સાબીત થાય તેવો છે . આવુ ૫૦ લીટર પાણી ની ક્ષમતા વાળુ બેસ્ટ ક્વોલીટીનું કુલર લોકોને માત્ર રુપીયા ૧૨ હજાર જેવી સામાન્ય કિંમતમા ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે.
સામાન્ય એર કૂલર સામે રેફ્રિજરેશન આધારિત એર કૂલરના ફાયદા ઘણાં છે
સામાન્ય એર કૂલર સામે રેફ્રિજરેશન આધારિત એર કૂલરના ફાયદા જોઈએ તો સામાન્ય એર કૂલર વપરાશકર્તાઓને ઉનાળા દરમિયાન ઠંડી હવા અને ભારે ગરમીથી રાહત આપવામાં નિષ્ફળ જાય છે કારણ કે તેમાં કાર્યક્ષમ કૂલિંગ સિસ્ટમનો અભાવ છે.
" isDesktop="true" id="1199426" >
પરિણામે, વપરાશકર્તાઓ ટૂંકા સમય પછી આવા કૂલરને કાઢી નાખે છે. પરંપરાગત એર કૂલરની આ મુખ્ય ખામી દૂર કરવામાં આવી છે. આ કુલરમાં એકીકૃત રેફ્રિજરેશન સિસ્ટમ છે, જે તેને ખરીદદારો માટે શ્રેષ્ઠ પસંદગી બનાવે છે. એર કૂલર A.C થી વિપરીત, એર કૂલર્સ તાજી હવા આપે છે.