Home /News /gujarat /

જાપાનની બ્રાંડેડ કંપની સોનીએ અમદાવાદની ફૂટવેરની દુકાન પર માંડ્યો ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો દાવો

જાપાનની બ્રાંડેડ કંપની સોનીએ અમદાવાદની ફૂટવેરની દુકાન પર માંડ્યો ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો દાવો

કંપનીએ દુકાનદાર પર તેના ટ્રેડમાર્ક અધિકારોના ઉલ્લંઘન બદલ દાવો માંડ્યો હતો.

Ahmedabad News: માર્ચ 1999માં દુકાનનું નામ સોની ફૂટવેર (Sony Footwear) રાખવા બદલ સોની કંપનીએ ટ્રેડમાર્ક અંગેનો દાવો દાખલ કર્યો હતો

    અમદાવાદ: શહેરના એક ફૂટવેર શોપ (Ahmedabad Footwear Shop)ના માલિક અને સોની કંપની (Sony Company)વચ્ચે બે દાયકાઓથી કાનૂની લડત ચાલી રહી છે. હકીકતમાં અમદાવાદ શહેરના ત્રણ દરવાજા નજીક ફૂટવેરની દુકાનના માલિક મોહમ્મદ ઇકબાલ પતંગિયા બે દાયકાથી વધુ સમયથી જાપાનીઝ મલ્ટીનેશનલ સોની કોર્પોરેશન સાથે કાનૂની લડાઇ (Legal Battle Of trademarks) લડી રહ્યા છે.  કંપનીએ દુકાનદાર પર તેના ટ્રેડમાર્ક અધિકારોના ઉલ્લંઘન બદલ દાવો માંડ્યો હતો.

    સોની કબુશિકી, જે સોની ગ્રુપ કોર્પોરેશન તરીકે વેપાર કરે છે, તેણે માર્ચ 1999માં પતંગિયા સામે તેની દુકાનનું નામ સોની ફૂટવેર (Sony Footwear) રાખવા બદલ ટ્રેડમાર્ક અંગેનો દાવો દાખલ કર્યો હતો. આ દુકાન ત્રણ દરવાજા પાસેના ઓલ્ડ સિટી માર્કેટમાં આવેલી છે.

    શું છે કંપનીનો દાવો?

    આ કેસ દાયકાઓ સુધી પેન્ડિંગ રહ્યો હોવાથી કંપનીના ભાગ પર પુરાવા રજૂ કરવા માટે ડિસેમ્બર, 2021માં કેસ ચાલ્યો હતો. જેમાં સોનીએ આરોપ મૂક્યો હતો કે, તે તેનો રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક અને તે આ ટ્રેડમાર્ક હેઠળ વિશ્વભરમાં વેપાર કરી રહ્યા છે અને તેણે જબરદસ્ત લોકપ્રિયતા પણ મેળવી છે. જોકે, કોર્ટમાં આ મામલે સુનાવણી જુલાઇ માસમાં રાખવાનું કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો - નડિયાદ તાન્યા પટેલ હત્યા કેસ: દોષિત બે સગા ભાઇ અને માતા સહિત ત્રણેય પાડોશીને આજીવન કેદની સજા

    સોનીએ ટ્રેડમાર્ક્સ એક્ટની કલમ 20 અને 135નો ઉપયોગ કરીને તેના અધિકારોના ઉલ્લંઘનનો દાવો કર્યો છે અને દુકાનના માલિકને આ ટ્રેડમાર્ક હેઠળ તેનો વ્યવસાય કરવા પર રોક લગાવવા કોર્ટ સમક્ષ માંગ કરી છે. પતંગિયાના એડવોકેટ નરેન્દ્ર તાહિલરામાણીએ જણાવ્યું હતું કે, જાપાનની કંપીએ કેસ દાખલ કર્યો છે, પરંતુ કંપનીએ જ્યારે કોર્ટમાં દાવો માંડ્યો ત્યારે તેનો ફૂટવેર બિઝનેસમાં કોઇ જ વેપાર નહોતો.

    ગુજરાતમાં સોની એક અટક છે

    મોહમ્મદ ઇકબાલ પંગિયાના વકીલે જણાવ્યું કે, આ ઉપરાંત સોની એક સામાન્ય અટક પણ છે. આવી અટકનો ઉપયોગ કરવા બદલ કોઇને પણ ટ્રેડમાર્ક અધિકારોનું ઉલ્લંઘન કરનાર કહી શકાય નહીં.

    આ પણ વાંચો - અમદાવાદ: CNG ગેસના ભાવ વધતા રોષ, 15 એપ્રિલના રીક્ષા ચાલકો પાળશે સ્વંયભૂ હડતાળ!

    વકીલે વધુમાં જણાવ્યું કે, જે શબ્દ પર કંપનીએ ટ્રેડમાર્ક અધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે, તે અહીં એક ચોક્કસ સમુદાય દ્વારા અટક તરીકે પણ કરવામાં આવે છે. ફૂટવેર શોપ દ્વારા હાલમાં જ સોની શબ્દ સાથે નવું ડિસ્પ્લે બોર્ડ મૂકવામાં આવ્યું છે. જે સોનાના વેપારીઓ દ્વારા અટક તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવતો શબ્દ 'સોની'  છે.
    First published:

    Tags: અમદાવાદ, ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ

    આગામી સમાચાર