Ahmedabad Crime News: અમદાવાદમાં કસાના બાનુ એ 29 માર્ચના રોજ કૂતરાની જૂ મારવાની દવા પી લીધી હતી. જેને લઈને તેઓની તબિયત લથડતા સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ મૃત્યુ પાછળ કેટલાક લોકો જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ: અમદાવાદનાં નારોલમાં ઝઘડાની અદાવતમાં હેરાન કરાતા મહિલાએ આપધાત કર્યો હોવાની ઘટના બની છે. કૂતરાની જુ મારવાની દવા પીને આપઘાત કરતા મૃતકની પુત્રવધુએ આ અંગે સાત લોકો સામે અવારનવાર મારામારી કરી ઘંઘો ન કરવા દેવા આપતા ધમકી આપી હતી તેમજ ગૌમાસ તથા હત્યાનો કેસ પાછો ખેંચવા સતત દબાણ કરી ત્રાસ આપતા હતાં. વૃદ્ધાનાં આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. નારોલ પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
નારોલમાં રહેતી રુબીના પઠાણ તેના પરિવાર સાથે રહે છે. આ યુવતીની સાસુનું મૃત્યુ થતા તેઓની અંતિમવિધિ કર્યા બાદ તેઓએ પોલોસ ફરિયાદ નોંધાવી છે. ઘટના એમ બની હતી કે યુવતીની સાસુ રૂકસાના બાનુ એ 29 માર્ચના રોજ કૂતરાની જુ મારવાની દવા પી લીધી હતી. જેને લઈને તેઓની તબિયત લથડતા સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ મૃત્યુ પાછળ કેટલાક લોકો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. બન્યું હતું એવું કે થોડા દિવસ પહેલા આ પરિવારને કેટલાક લોકો સાથે બબાલ થઈ હતી. જેમાં સામસામી ફરિયાદ નારોલમાં થઈ હતી. પોલીસે બને પક્ષના લોકોને પકડી બીજા દિવસે કોર્ટમાં રજૂ કરી જામીન પર મુક્ત કર્યા હતા. ફરી એક વાર અન્ય શખ્સોએ બબાલ કરી ગૌમાંસ અને હત્યાનો ગુનો પરત લેવા ધમકી આપી બબાલ કરી હતી. અને વૃદ્ધાને તમારા છોકરાઓને મારી નાખીશું ઘર વેચાવી દઈશું તેવી ધમકીઓ આપવા લાગ્યા હતા.
" isDesktop="true" id="1197477" >
આ બાબતોથી કંટાળી રૂકસાના બાનુંએ કૂતરાની જુ મારવાની દવા પી આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે નારોલ પોલીસે હવે સદ્દામ હુસેન સૌકત હુસેન અન્સારી, યાકુબ, જુબેર, સકીલાબાનું, જીન્નતબાનું, રિહાના બાનુ અને વકાર ઉર્ફે જલેલો સામે દુષપ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ નારોલ પોલીસે સાતેય આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.