દીપિકા ખુમાણ, અમદાવાદ : ચંદ્રયાન-2 મિશનને લઈને દેશ અને દુનિયાની નજર ભારત પર હતી. દેશના લોકો રાતના સમયે ટીવી માધ્યમથી ચંદ્ર પર ભારતના પહોંચવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ માત્ર 2.1 કિલોમીટરના અંતરે ચંદ્રયાનનો સંપર્ક તૂટી ગયો હતો. જેના કારણે ઈસરોનાં વૈજ્ઞાનિકોમાં ઉદાસીનતા ફેલાઈ ગઈ હતી. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વૈજ્ઞાનિકોનો જુસ્સો વધારીતા કહ્યું હતું કે દેશ તમારી સાથે છે. બીજી તરફ અમદાવાદના મેમનગરમાં આવેલાં દિવ્યપથ શાળાના બાળકોએ પણ ઈસરોનાં વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો હતો. વિદ્યાર્થીઓએ હમ હોંગે કામિયાબ એક દિન......ગીત ગાઇને ઉત્સાહ વધાર્યો હતો.
અમદાવાદના મેમનગર શાળાના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન 2નો પ્રોજેક્ટ બનાવીને સમજાવવાની કોશિશ કરી કે આખરે આ પ્રોજેક્ટ કેવી રીતે કામ કરે છે. ધોરણ 10માં ભણતા યશ સોની અને તેમની ટીમ દ્રારા ચંદ્રયાન 2 બનાવવામાં આવ્યું છે અને તેમાં ચંદ્રયાન 2 ને લઈને અનેક માહિતી છે. બાળકોએ પ્રોજેક્ટમાં વિક્રમ લેન્ડર અને ઓર્બિટર પણ બનાવ્યું છે. સાથે જ કેવી રીતે તે કામ કરશે તે માટે મટરીયલ પણ બનાવ્યું છે.