Home /News /gujarat /

અમદાવાદ ગેંગરેપ કેસઃ પીડિતાએ હાઇકોર્ટમાં બીજી વખત અરજી કરી

અમદાવાદ ગેંગરેપ કેસઃ પીડિતાએ હાઇકોર્ટમાં બીજી વખત અરજી કરી

પીડિતા

    સંજય જોશી

    અમદાવાદઃ સેટેલાઇટ ગેંગરેપ કેસમાં પીડિતાએ ફરી એક વખત ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પીડિતાએ હાઇકોર્ટમાં અરજી કરીને પોલીસ આ કેસમાં આરોપીઓને છાવરી રહી હોવાના આક્ષેપ કર્યા છે. પીડિતાએ અરજીમાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ પીડિતાનું તેના ઘરે જ મહિલા સભ્યોની હાજરીમાં સ્ટેટમેન્ટ લેવું જોઈએ, પરંતુ આ કેસમાં તેને અલગ અલગ જગ્યાએ બોલાવીને તેનું નિવેદન લેવામાં આવી રહ્યું છે.

    પીડિતાએ આક્ષેપ કર્યો છે કે પોલીસે તેને હજી સુધી પોતાના નિવેદનની સર્ટિફાઇડ કોપી પણ નથી આપી. આ ઉપરાંત પીડિતાના વકીલે કોર્ટમાં એવી રજુઆત કરી હતી કે પોલીસ નાર્કો અને બ્રેનમેપિંગ ટેસ્ટના બહાને આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. હાઇકોર્ટે આ કેસમાં અમદાવાદ પોલીસ કમિશ્નર અને સરકારને નોટિસ પાઠવીને બીજી ઓગસ્ટે જવાબ રજુ કરવાનું જણાવ્યું છે.

    આ પહેલા પણ પીડિતાએ હાઇકોર્ટમાં કરી હતી અરજી

    આ કેસમાં અગાઉ જ્યારે હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી ત્યારે હાઈકોર્ટે પીડિતાના પિતાને કોઈ તકલીફ જણાય તો ફરીથી કોર્ટમાં આવવાનું કહ્યું હતું. અગાઉ પીડિતાએ હાઇકોર્ટમાં તેનું 164 પ્રમાણે નિવેદન ન લેવામાં આવ્યું હોવા અંગે તેમજ તપાસ અધિકારીને બદલવા અંગે અરજી કરી હતી. જોકે, એ સમયે આ કેસની તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાંચના જે.કે. ભટ્ટે પોલીસ કમિશ્નરને અરજી કરીને પોતાને આ કેસમાંથી મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ અરજી પોલીસ કમિશ્નરે ગ્રાહ્ય રાખતા અને કેસની તપાસ તેમની દેખરેખ હેઠળ કરવામાં આવશે તેવી આખતરી આપતા પીડિતાએ હાઇકોર્ટમાંથી પોતાની અરજી પરત ખેંચી લીધી હતી.

    સેટેલાઇટ ગેંગરેપના કથિત ત્રણ આરોપી


    પોલીસની કાર્યવાહી પર શંકા

    પીડિતાના વકીલ તરફથી કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે આ કેસમાં પોલીસ એવું કહી રહી હતી કે આરોપીઓ તપાસમા સહકાર નથી આપી રહ્યા. બીજા દિવસે પોલીસે બ્રેનમેપિંગ અને નાર્કો ટેસ્ટની મંજુરી માંગી. કોર્ટે તેને પણ મંજૂર કરી, તો પોલીસે ત્રણ જ દિવસમાં એવું કેમ માની લીધું કે આરોપીઓ તપાસમાં સહકાર નથી આપતા. પોલીસે આ દરમિયાન આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડની માંગણી કેમ ન કરી. વકીલે દલીલ કરી હતી કે આ આખા કેસમાં પોલીસની કાર્યવાહી પણ શંકા ઉપજાવે તેવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Satellite police, અમદાવાદ, ગુજરાત, છોકરી, હાઇકોર્ટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन