અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ સાબરમતિ રિવરફ્રન્ટ પાસે સાબરમતિ ગુરુકુળની કારને અકસ્માત થતા દોડધામ મચી ગઈ. ઈનોવા કાર ચાલકે કાર પર કાબુ ગુમાવી દેતા પહેલા બાઈકને ટક્કર મારી ઘરમાં ઘુસી ગઈ હતી. ઈનોવા કારમાં સાત બાળકો હતા જેમને ખુબજ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, જે ઘરમાં કાર ઘુસી હતી તે ઘરમાં બાળકીઓ હતી જેમનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાનો સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે, જેમાં કાર ઓવર સ્પીડમાં હોવાનુ સામે આવ્યુ છે ત્યારે ચોંકાવનારી વાત એ છે કે ઈનોવા કાર ચાલક કિશોર હોય તેવુ લાગી રહ્યુ છે અને સ્થાનિકોનુ કહેવુ છે કે ડ્રાઈવર પાસે લાયસન્સ પણ ન હતું.
આ ઘટનામાં કુલ આઠથી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે અને જેમને સારવાર માટે ખસેડાયા છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે જો ડ્રાઈવર કિશોર છે તો તેને કાર કોણે આપી હતી. શુ જવાબદાર વ્યકિત સામે કોઈ પગલા લેવાશે કે કેમ.
સ્થાનિક અનિલ ભાઈએ જણાવ્યું કે, ઈનોવા કાર સ્પીડમાં હતી અને બાઈકને ટક્કર મારી ઘરમાં ઘુસી ગઈ હતી. ગુરુકુળના વિધાર્થી હતા અને એમ્બ્યુલન્સ આવી અને લઈ ગયા.
ભોગ બન્નાર સારિકાબેને જણાવ્યું કે, હુ ઘરમાં હતી ત્યારે એક કાર ઘરમાં ઘુસી ગઈ હતી અને જ્યારે જોયો તો ખુન-ખુન હતું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર