અમદાવાદ: ટેક્સ ન ભરનારાઓની હવે ખેર નથી, RTOએ 9,000 ટેક્સ ડિફોલ્ટરને ફટકારી નોટિસ

અમદાવાદ: ટેક્સ ન ભરનારાઓની હવે ખેર નથી, RTOએ 9,000 ટેક્સ ડિફોલ્ટરને ફટકારી નોટિસ
ફાઇલ તસવીર

Ahmedabad RTO tax defaulters list: અમદાવાદ આરટીઓએ 9 હજાર ડિફોલ્ટરની એક યાદી તૈયાર કરીને તમામને નોટિસ ફટકારી છે.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ આરટીઓ (Ahmedabad RTO) એટલે કે GJ-01 હેઠળ 44 લાખ 06 હજારથી વધુ વાહનો નોંધાયેલા છે. જેમાં જે વાહનોનો કોમર્શિયલ (Commercial use) રીતે વપરાશ થતો હોય તેમણે દર વર્ષે આરટીઓને ટેક્સ (RTO tax) આપવાનો હોય છે. પરંતુ વાહન માલિકો સમયસર આરટીઓ ટેક્સ ભરતા નથી. જેના કારણે આરટીઓને મોટું આર્થિક નુકસાન થયું રહ્યું છે. જોકે, હવે અમદાવાદ આરટીઓ વાહન માલિકો પાસેથી ટેક્સ વસૂલવા માટે સજ્જ બની ગઈ છે. આ માટે ટેક્સ બાકી હોય તેવા લોકોની યાદી (RTO tax defaulters list) તૈયાર કરવામાં આવી છે.

અમદાવાદ આરટીઓએ 9 હજાર ડિફોલ્ટરની એક યાદી તૈયાર કરીને તમામને નોટિસ ફટકારી છે. સાથે જ તમામને સમયસર ટેક્સ ભરવા માટે અપીલ પણ કરી છે. 9 હજાર વાહનના કુલ 19 કરોડ રૂપિયા ટેક્સ બાકી છે. હવેથી જો વાહન માલિકો સમયસર ટેક્સ નહીં ભરે અને જો ચેકિંગ દરમિયાન વાહનનો ટેક્સ બાકી જણાશે તો તેવા વાહનોને ડિટેઇન કરી દેવામાં આવશે. હાલ 50 જેટલા વાહનો ડિટેઇન કરી દેવામાં આવ્યા છે.આ પણ વાંચો: કળયુગી પુત્રએ માતાનું ધાવણ લજવ્યું: સંપત્તિ માટે વૃદ્ધ માતાપિતાની હત્યા કરી નાખી

આ મામલે આરટીઓ અમદાવાદ બી.વી લિબાસિયાએ જણાવ્યુ હતુ કે, જે વાહનનો ટેક્સ બાકી છે તેવા વાહન માલિકોને નોટિસ આપવામાં આવી છે. મેક્સિ એસોસિએશન, બસ ઓપરેટર એસોસિએશન, ગુડ્સ વ્હિકલ સહિતના એસોસિએશનો સાથે બેઠક પણ કરવામાં આવી છે. આ સાથે જ વાહનના નંબરનું લિસ્ટ આપવામાં આપવામાં આવ્યું છે. જેમનો ટેક્સ બાકી છે તેઓ તાત્કાલિક ટેક્સ ભરી દે.

આ પણ વાંચો: સુરત: તાપી નદીમાં આપઘાત માટે કૂદકો મારનાર મહિલાને પોલીસ માત્ર છ મિનિટમાં પહોંચીને બચાવી લીધી

આરટીઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ પ્રક્રિયા ઓનલાઇન છે. વાહનનો નંબર દાખલ કરતા જ તમને ખબર પડી જશે કે તમારા વાહનનો ટેક્સ બાકી છે કે નહીં. આ ઉપરાંત તમારું નામ ટેક્સ ડિફોલ્ટરની યાદીમાં છે કે નહીં તે પણ ખબર પડી જશે. જેમનું નામ આ યાદીમાં હોય તેમને તાત્કાલિક ટેક્સ ભરવાની અપીલ કરવામાં આવે છે. જો કોઈ ટેક્સ નહીં ભરે તો તેમનું વાહન ડિટેઇન કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:February 03, 2021, 10:48 am

ટૉપ ન્યૂઝ