Ahmedabad Crime: મૂળ દાહોદ જિલ્લાની અને હાલ શહેરમાં ઝુંડાલ સર્કલ પાસે રહેતી 21 વર્ષીય યુવતી (21 year old woman) તેના પતિ અને બે બાળકો સાથે રહે છે. આ યુવતીનો પતિ શહેરમાં છૂટક મજૂરી કામ કરે છે. 28 ડિસેમ્બરનાં (Rape Case) રોજ આ યુવતીનો પતિ કામ ઉપર ગયો હતો ત્યારે સંતાનો સાથે આ યુવતી ઘરે એકલી હતી. ત્યારે બાજુમાં રહેતી એક યુવતીએ તેને જણાવ્યું કે આસપાસમાં રહેતી છ બહેનો રસોડાના કામ માટે ગઈ છે
Ahmedabad Crime: મૂળ દાહોદ જિલ્લાની અને હાલ શહેરમાં ઝુંડાલ સર્કલ પાસે રહેતી 21 વર્ષીય યુવતી (21 year old woman) તેના પતિ અને બે બાળકો સાથે રહે છે. આ યુવતીનો પતિ શહેરમાં છૂટક મજૂરી કામ કરે છે. 28 ડિસેમ્બરના રોજ આ યુવતીનો પતિ કામ ઉપર ગયો હતો ત્યારે સંતાનો સાથે આ યુવતી ઘરે એકલી હતી. ત્યારે બાજુમાં રહેતી એક યુવતીએ તેને જણાવ્યું કે આસપાસમાં રહેતી છ બહેનો રસોડાના કામ માટે ગઈ છે
અમદાવાદ: શહેરમાં વધુ એક બળાત્કારનો (Ahmedabad Rape Case) કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતી તેના ઘરે હતી ત્યારે મજૂરી કામે લઈ જઈ વધુ પૈસા અપાવવાની લાલચ આપી એક્ટિવા પર યુવતીને લઈ ગયો હતો. ઝુંડાલ અને વૈષ્ણવ દેવી પાસે કોઈ જગ્યાએ લઈ જઈ આ શખશે યુવતીને મોઢું અને આંખો પર કપડું બાધવાનું કહી આસપાસમાં જોવાનું નહીં તેમ કહી એક રૂમમાં લઈ જઈ તેના હાથ પગ બાંધી (Rape Case) બળાત્કાર ગુજાર્યો હતો. એક્ટિવા પર ત્રણ ચાર કલાક ફેરવી આ યુવતીને ઉતારી શખ્સ ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે યુવતીએ (Crime News) ફરિયાદ નોંધાવતા (Ahmedabad Police) પોલીસે હવે તપાસ શરૂ કરી છે.
મૂળ દાહોદ જિલ્લાની અને હાલ શહેરમાં ઝુંડાલ સર્કલ પાસે રહેતી 21 વર્ષીય યુવતી તેના પતિ અને બે બાળકો સાથે રહે છે. આ યુવતીનો પતિ શહેરમાં છૂટક મજૂરી કામ કરે છે. 28 ડિસેમ્બરના રોજ આ યુવતીનો પતિ કામ ઉપર ગયો હતો ત્યારે સંતાનો સાથે આ યુવતી ઘરે એકલી હતી. ત્યારે બાજુમાં રહેતી એક યુવતીએ તેને જણાવ્યું કે આસપાસમાં રહેતી છ બહેનો રસોડાના કામ માટે ગઈ છે અને ત્યાં હજુ એક બેનની જરૂર છે. જેથી આ યુવતીએ રસોડાના કામ માટે હા પાડી હતી. બાદમાં એક એક્ટિવા ચાલક આ યુવતીને બતાવ્યો હતો, જે એક્ટીવા ચાલકે આ યુવતીને અડાલજ ગામ બાજુ રસોડાના કામે જવાનું છે તેમ કહી તેને એક્ટિવા પાછળ બેસાડી હતી.
બાદમાં આ એક્ટિવા ચાલક યુવતીને ઝુંડાલ સર્કલ તરફ લઈ ગયો હતો અને ત્યાં વૈષ્ણોદેવી અંડર બ્રિજ પાસે થી ઝુંડાલ સર્કલ તરફ અંદર રોડ ઉપર લઇ જતો હતો. ત્યારે આ યુવતીએ કહ્યું કે આ બાજુ મારે નથી આવવું. જેથી આ શખશે મજૂરીના વધારે પૈસા આપીશ તેમ કહ્યું હતું. બાદમાં યુવતીએ બીજા મજૂરને કામ પર લઈ ગયો છે તે બાજુ લઈ જા તેમ કહેતાં આ શખશે યુવતીનો હાથ પકડી તેને બાથમાં ભરી તેને ચુંબન કરવાની કોશિશ કરી હતી. ત્યારે શખશે એક્ટીવા પર બેસી જવાનું કહી ધમકી આપી ચપ્પુ કાઢવાની ધમકી આપતા આ યુવતી ગભરાઈ ગઈ હતી અને એક્ટિવા પાછળ બેસી ગઈ હતી.
બાદમાં વૈષ્ણોદેવી તરફ કોઈ જગ્યાએ લઈ જઈ શખશે વાહન ઉભું રાખ્યું હતું અને બાદમાં યુવતીને મોઢું બાંધી ને તારી આંખો પર દુપટ્ટો રાખી દેજે આજુબાજુનું જોવાનું પણ નહીં તેમ કહી વૈષ્ણોદેવી તરફ લઈ આવ્યો હતો. યુવતીએ આ શખ્સને તેનું નામ પુછતા તેણે પોતાનું નામ રાહુલ રાજપુત જણાવ્યું હતું અને બાદમાં એક મકાનમાં લઈ ગયો હતો. જે મકાનમાં બે રૂમ હતા અને તેના પાછળના રૂમમાં આ યુવતીને લઈ ગયા બાદ દુપટ્ટાથી તેના હાથ પગ બાંધી દીધા હતા જ્યારે યુવતીએ ઘરે જવાનું કહ્યું ત્યારે તેને ગાલ ઉપર બે લાફા મારી દીધા હતા અને રૂમનો દરવાજો બહારથી બંધ કરી 15 મિનિટમાં તે પાણીપુરી લઈને પાછો આવ્યો હતો અને બાદમાં ચપ્પુ બતાવી યુવતીને અને તેના દીકરાને મારી નાખવાની ધમકી આપી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.
યુવતીએ ઘરે જવાની જીદ પકડતાં આ શખશે ચપ્પુ બતાવી ઘરે જવાનું નામ લેતી નહિ તેમ કહી એકટીવા ઉપર બેસાડી ત્રણથી ચાર કલાક સુધી અલગ અલગ જગ્યાએ ફેરવી હતી. યુવતીએ જોયું તો આ શખ્સના ગળાના ભાગે અંગ્રેજીમાં N લખેલું હતું. બાદમાં સાંજના સમયે રોડ ઉપર આ યુવતીને ઉતારી શખ્સ ભાગી ગયો હતો. યુવતીએ એક પાનના ગલ્લે જઈને પૂછ્યું તો જાણવા મળ્યું કે આ સાબરમતી વિસ્તાર છે. બાદમાં યુવતીએ તેના પતિને ફોન કરીને સમગ્ર હકીકતની જાણ કરતાં યુવતીએ આખરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર