Home /News /gujarat /

NSUIનો દાવો: રામોલ ગેંગરેપનો આરોપી અંકિત પારેખ ABVP અને સંઘનો કાર્યકર

NSUIનો દાવો: રામોલ ગેંગરેપનો આરોપી અંકિત પારેખ ABVP અને સંઘનો કાર્યકર

ABVPની મિટિંગમાં આરોપી અંકિત પારેખ

અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. હજુ એક હાર્દિક શુક્લા નામનો આરોપી ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે.

    અમદાવાદ: રામોલમાં રહેતી યુવતી પર થયેલાં ગેંગ રેપ કેસમાં હવે ABVP અને NSUI સામ સામે આવી ગયા છે. કારણ કે NSUIનાં મતે ગેંગરેપનો આરોપી અંકિત પટેલ ABVP અને સંઘનો કાર્યકર છે. NSUIનાં નેતા સુભાન સૈયદે આ વિશે વાત કરી છે. અને સોશિયલ મીડિયા પર અંકિત પારેખ ABVPનાં કાર્યક્રમમાં હાજર હોવાનો પુરાવો આપતો ફોટો પણ શેર કર્યો છે.

    આ આખી ઘટનાથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. અંકિત પારેખ સ્કૂલ ઓફ સાયન્સમાં હંગામી ધોરણે નોકરી પણ કરતો હતો. યૂનિવર્સિટીનાં કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટના સામે આવ્યા બાદ અંકિતનાં કેમ્પસમાં આવવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. યુનિવર્સિટીની બહારનાં તત્વોની વાતોમાં અને કોઇ પણ પ્રલોભનોમાં વિદ્યાર્થીએ આવવું નહીં

    આરોપી અંકિત અને ચિરાગ


    રામોલ કોલેજની વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટનાના નાસતા ફરતા બે આરોપીમાંથી રાજેશ નામના આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજેશ અમદાવાદના રાણીપ વિસ્તારનો છે. જોકે, પોલીસે તેને ક્યાંથી ઝડપ્યો તે જણાવવામાં નથી આવ્યું. તમને જણાવી દઈએ કે, આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. હજુ એક હાર્દિક શુક્લા નામનો આરોપી ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે.

    આરોપી રાજેશ શુક્લા


    રામોલ પોલીસ પુરાવા મેળવવા માટે અલગ-અલગ હોટલના રજિસ્ટરની તપાસ કરી રહી છે. આરોપીના કોલ ડિટેઈલના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપી હાર્દિક શુક્લા રામોલ પોલીસ અને ઝોન-5 ડીસીપી અક્ષયરાજ મકવાની સ્કોર્ડને પણ હંફાવી રહ્યો છે. છેલ્લા 1 વર્ષથી નોંધાયેલી ફરિયાદના પોલીસની ઢીલી તપાસ અને યોગ્ય પુરાવાએ ન મેળવી શકતા આરોપી હાર્દિક ભાગવામાં સફળ રહ્યો છે અને પોલીસ ફાંફા મારી રહી છે.

    શું છે કેસ?
    રામોલમાં ગેંગરેપની પીડિતાને મૃતબાળક અવતર્યા બાદ ગંભીર રીતે બીમાર પડી હતી અને તેને કિડની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેની ગુરુવારે મોડી રાત્રે મોત થયું હતું. ત્યારબાદ આ કેસમાં પોલીસ એક્સનમાં આવી હતી. અને પોલીસે મુખ્ય આરોપી અંકિત પારેખ અને ચિરાગ વાઘેલાની ધરપકડ કરી હતી.

    આ કેસમાં કડીઓ મેળવવા માટે જ્યાં જ્યાં હોટલ ગેસ્ટ હાઉસ દરેક જગ્યાએ આરોપીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી છે. પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવીને ઉ ફોરેન્સીક પુરાવા એકઠા કરવા લાગી છે. ત્યારે પોલીસે આરોપી અંકિત અને ચિરાગના DNA ટેસ્ટ કરવામાં આવ્યા છે, અને હવે આજે ઝડપાયેલા આરોપી રાજેશનો પણ ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.

    શનીવારે ઝડપાયેલા બંને આરોપીઓની પોલીસે પૂછપરછ હાથધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, યુવતીને પહેલા સ્કૂલ ઓફ સાયન્સમાં નોકરી કરતા અંકિત સાથે પરિચય થયો હતો અને પહેલા અંકિતે હવશનો શિકાર બનાવી હતી. અને ત્યારબાદ અંકિત અને ચિરાગે ફરી યુવતીને હવશનો શિકાર બનાવી હતી. ત્યારબાદ હાર્દિક અને રાજેશની એન્ટ્રી થાય છે અને આ બે મિત્રોએ પણ યુવતીને પીંખી નાખી હતી. હાર્દિક હજુ પોલીસ પકડથી દૂર છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Accuse, અમદાવાદ, એનએસયુઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन