Home /News /gujarat /

અમદાવાદ રેલવે ડિવિઝનને એક મહિનામાં થઈ 9 કરોડની આવક, જાણો નવતર પ્રયોગ

અમદાવાદ રેલવે ડિવિઝનને એક મહિનામાં થઈ 9 કરોડની આવક, જાણો નવતર પ્રયોગ

ફાઇલ તસવીર

ઓકટોબર મહિનામાં દિવાળી માટે પણ સૌથી વધારે બુકિંગ થયેલા હતા જેને લઇને અમદાવાદ રેલવે ડિવિઝનને ફાયદો થયો છે.

અમદાવાદ: રેલવે ડિવિઝનને એક મહિનામાં 9 કરોડની આવક થઇ છે.
અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા શરૂ કરાયેલા વિવિધ નવતર પ્રયાસોના સકારાત્મક પરિણામો દેખાવા લાગ્યા છે. અમદાવાદ રેલવે ડિવિઝનના ચાલુ નાણાકીય વર્ષમાં માત્ર ઓક્ટોબર 2021 મહિનામાં માલ પરિવહનમાં રૂ. 09 કરોડથી વધુની આવક કરી છે. મંડળ રેલ પ્રબંધક તરુણ જૈનના દૂરદર્શી નેતૃત્વ, સક્ષમ માર્ગદર્શન અને ઉર્જાથી ભરપુર પ્રેરણાના ફળ સ્વરૂપે આ મોટી સિદ્ધિ શક્ય બની છે. નવા ઉત્પાદનો અને નવા બજારો માટે મંડળ દ્વારા લેવામાં આવેલા અસરકારક પગલાઓએ માલ પરિવહનમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

અમદાવાદ રેલવે ડિવિઝનના રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ ડિવિઝનમાંથી ઓક્ટોબર 2021ના મહિના દરમિયાન પાલનપુરથી હિંદ ટર્મિનલ (દિલ્હી) માટે 14 આરએમટી રેકો સાથે, કુલ 95.27 લિટર દૂધનું પરિવહન થયું, 02એનએમજી રેકો માં 450 ટન દૂધની બનાવટો અમદાવાદ ડિવિઝનના લીંચથી રંગાપાણી (ઉતર સરહદ રેલ્વે ) મોકલવામાં આવ્યું, બે વીપી રેકોના માધ્યમથી 1136 ટન દૂધની બનાવટો કટક મોકલવામાં આવી તથા 2 વીપી રેકોના માધ્યમથી 1200 ટન કોટન યાર્ન બેનાપોલ બાંગ્લાદેશને ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા.

બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) અમદાવાદ દ્વારા શરુ કરવામાં આવેલ પ્રોત્સાહન યોજનાઓ સાથે વર્તમાન અને સંભવિત માલ ગ્રાહકો સાથે સતત સંપર્કમાં છે કે, જેથી રેલ દ્વારા તેમનો માલ ઝડપી, વિશ્વસનીય,વ્યાજબી અને જથ્થાબંધ પરિવહન માટે પ્રોત્સાહિત કરી શકે . ઉલ્લેખનીય છે કે, ઓકટોબર મહિનામાં દિવાળી માટે પણ સૌથી વધારે બુકિંગ થયેલા હતા જેને લઇને અમદાવાદ રેલવે ડિવિઝનને ફાયદો થયો છે. વર્ષ 2020માં અમદાવાદ રેલવે ડિવિઝનને આટલો ફાયદો નહોતો મળ્યો પરંતુ હવે બેક ટુ નોર્મલ સાથે અમદાવાદ રેલવે ડિવિઝનને ફાયદો થઈ રહ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Western railway, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन