Home /News /gujarat /

પશુમાં જોવા મળતા ગ્લેન્ડર રોગને લઇને પોલીસ કમિશ્નરનું જાહેરનામું

પશુમાં જોવા મળતા ગ્લેન્ડર રોગને લઇને પોલીસ કમિશ્નરનું જાહેરનામું

પશુમાં જોવા મળતા ગ્લેન્ડર રોગને લઇને પોલીસ કમિશ્નરનું જાહેરનામું

ગોમતીપુરમાં એક અશ્વમાં ગ્લેન્ડરના પોઝીટીવ કેસના આધારે બહાર પાડવામાં આવ્યું જાહેરનામું

    રુત્વિજ સોની, અમદાવાદ : અશ્વ , ખચ્ચર અને ગદર્ભમાં જોવા મળતા ગ્લેન્ડર રોગને લઇને પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગ્લેન્ડર રોગ ચેપી હોવાથી મનુષ્યમાં પણ ફેલાય તેમ હોવાથી આ રોગ પર નિયંત્રણ લાવવું જરૂરી છે. જેથી પશુપાલકોએ પણ કેટલીક તકેદારી રાખવી જોઇએ.

    પોલીસ કમિશ્નર દ્વારા આ જાહેરનામામાં કેટલાક આદેશો પણ કરવામાં આવ્યાં છે. જેમાં વાત કરીએ તો જો કોઇ વ્યક્તિએ અશ્વ, ખચ્ચર કે ગદર્ભ પાળેલ હોય તો તેણે તાત્કાલિક પશુ ચિકિત્સા કેન્દ્રમાં આ પશુનું મેડીકલ ચેક અપ કરાવવું પડશે અને પશુ રોગીષ્ટ નથી તેનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

    પ્રાણીઓને રાખવાની જગ્યાની આસપાસના વિસ્તારમાં સાફ સફાઇ રાખવી તેમજ જરૂરિયાત મુજબ રોગ પ્રતિકારક દવાઓનો છંટકાવ કરવો. ઉપરાંત પશુ ચિકિત્સા કેન્દ્ર તરફથી મળેલ સુચનાઓ પ્રમાણે પશુઓનો ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવી. અશક્ત પશુઓને જાહેર સ્થળો કે જ્યાં માનવ વસ્તીની અવર જવર હોય ત્યાં લઇ જવા કે રાખવા નહીં. જો કોઇ પશુમાં આ પ્રકારની બીમારી જાહેર થઇ હોય અને તે મરણ ગયેલ હોય તો તેના શબનો યોગ્ય સુચના મુજબ નિકાલ કરવો જરૂરી છે.

    આ પણ વાંચો - ગણેશ વિસર્જન અને મહોરમને લઇને પોલીસનું જાહેરનામું, આ રૂટો પર ડાયવર્ઝન

    આ રોગ જે વિસ્તારમાં જોવા મળે છે અને તે વિસ્તારમાં જો અશ્વની વિશેષ હેરાફેરી થતી હોય તો પશુઓમાં આ રોગ ફેલાવવાનું પ્રમાણ વધી જાય છે. આ રોગ ખાસ કરીને અશ્વ કુળના પશુઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.જો અશ્વને અસ્વચ્છ પરિસ્થિતિમાં રાખવામાં આવે તો નબળી તંદુરસ્તી ધરાવતા અશ્વમાં આ રોગ થવાની શક્યતા વિશેષ રહેલી છે. ભેજ વાળા વાતાવરણમાં આ રોગના જંતુઓ લાંબા સમય સુધી જીવીત રહી શકે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ahmedabad police commissioner, Police Commissioner, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन