અમદાવાદ : મકાન ભાડે રાખી દંપતી ચલાવતા હતા દેહ વેપારનો ધંધો, ઉઝબેકિસ્તાથી બોલાવી હતી લલનાઓ


Updated: June 29, 2020, 8:18 AM IST
અમદાવાદ : મકાન ભાડે રાખી દંપતી ચલાવતા હતા દેહ વેપારનો ધંધો, ઉઝબેકિસ્તાથી બોલાવી હતી લલનાઓ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
અમદાવાદ: શહેરના એકદમ સારા ગણાતા વિસ્તાર એવા શ્યામલમાં આવેલા શ્યામલ રો હાઉસ-2 માં મકાન નંબર 40માં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ચાલતું હોવાનો મેસેજ મળતા મહિલા ક્રાઇમે રેડ કરી હતી. બે વર્ષથી સેક્સ રેકેટ ચલાવનાર દંપતી સહિત ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી હતી. અહીંથી ઉઝબેકિસ્તાનની યુવતીઓ પોલીસને મળી આવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ મકાન 15 હજારમાં ભાડે રખાયું હતું અને ગ્રાહકો પાસેથી સાતથી 14 હજાર વસુલાતા હતા.

મહિલા ક્રાઇમની ટીમને બાતમી મળી હતી કે, લૉડાઉન બાદ અનલોકમાં કેટલીક છૂટછાટ આપ્યા બાદ કેટલીક જગ્યાઓ પર દેહવ્યાપાર શરૂ થઈ ગયા છે. શ્યામલ વિસ્તારમાં  શ્યામલ રો હાઉસ ના વિભાગ 2 માં પણ વિદેશી યુવતીઓ બોલાવીને કેટલાક લોકો સેક્સ રેકેટ ચલાવે છે. જેથી પોલીસે અહીં જઈને રેડ કરી તો મકાન નમ્બર 40માંથી સેક્સ રેકેટ ઝડપાયું હતું. પોલીસે સંચાલક દંપતી એવા આશા ઉર્ફે રીતુ પટેલ, તુષાર પટેલ તથા પાર્ટનર ભરત મકવાણાની ધરપકડ કરી ઉસ્માન નામના વ્યક્તિને વોન્ટેડ દર્શાવ્યો હતો. પોલીસે ડમી ગ્રાહક મોકલીને આ રેડ કરતા આ ઘરમાંથી અનેક યુવતીઓ મળી આવી હતી. પોલીસે તપાસ કરી તો આશા ઉર્ફે રીતુ અને તેનો પતિ તુષાર બે વર્ષથી આ મકાન ભાડે રાખ્યું હતું. મકાનનું ભાડું 15 હજાર ચૂકવતા હતા. જે ગ્રાહકો આવે તે લોકોને ઉઝબેકિસ્તાનની યુવતીઓ સાથે રૂમમાં મોકલતા અને ગ્રાહક પાસેથી 7થી 14 હજાર વસુલાતા હતા.

આ પણ વાંચો - ATMમાંથી નાણાં ન નીકળતા કસ્ટમર કેરમાં ફોન કરવો ભારે પડ્યો, હજારો રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા

પોલીસે આ ઉઝબેકિસ્તાનની યુવતીઓની  પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓને દિલ્હીથી ઉસ્માન નામનો વ્યક્તિ લાવી અહીં મોકલતો હતો. આશા અને તુષાર યુવતીઓને 50 ટકા રકમ આપતા હતા. ઉસ્માનને પાંચ હજાર આપીને યુવતીઓ મંગવાતી હતી. યુવતીઓ આ જ ઘરમાં રોકાતી અને અહીં જ દેહવ્યાપાર કરતી હતી, જેથી કોઈને શંકા ન જાય.

આ પણ જુઓ - 
ત્યારે આ ત્રણેયની ધરપકડ કરી પોલીસે આનંદનગર પોલીસને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, બિલાડીની ટોપની માફક દેહવ્યાપાર કરતા સ્પા સેન્ટરો પણ અમદાવાદમાં ખુલી ગયા હોવા છતાં મહિલા ક્રાઇમ એકાદ બે રેડ કરી સંતોષ માનીને સંચાલકોને છૂટો દોર આપી રહી છે.
First published: June 29, 2020, 8:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading