Home /News /gujarat /અમદાવાદ: ઇકો કારના સાઇલેન્સર ચોરતી ગેંગ બાદ કેમેરા ભાડે લઈને ઠગાઈ કરતા શખ્સે પોલીસના નાકે દમ લાવી દીધો

અમદાવાદ: ઇકો કારના સાઇલેન્સર ચોરતી ગેંગ બાદ કેમેરા ભાડે લઈને ઠગાઈ કરતા શખ્સે પોલીસના નાકે દમ લાવી દીધો

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ: કેમેરા ભાડે લઈને ઠગાઈ કરતા શખ્સે પોલીસના નાકે દમ લાવી દીધો

અમદાવાદ: શહેરમાં અત્યારસુધી ઇકો કારના સાઇલેન્સરની ચોરી કરતી ગેંગ (Eeco car silence theft gang)નો આતંક જોવા મળ્યો હતો. આ ગેંગે એક પછી એક ગુનાને અંજામ આપીને પોલીસને દોડતી કરી દીધી હતી. હવે બનાવટી આધારકાર્ડ (Aadhaar card) પધરાવીને મોંઘાદાટ કેમેરા ભાડે લઈ જઈ છેતરપિંડી (Cheating) કરતા શખ્સે પોલીસના નાકે દમ લાવી દીધો હતો. શાહપુર, નારણપુરા અને કૃષ્ણનગરમાં નોંધાયેલા કિસ્સા બાદ પોલીસ (Police)ના નાકે દમ લાવી દેનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અનેક લોકોના કેમેરા 'ચાઉં' કરનારની નારણપુરા પોલીસે (Naranpura Police) ધરપકડ કરી છે.

શાહપુરમાં રહેતા શાદ પઠાણ નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેઓએ પાંચ મિત્રો સાથે મળી ફોટોગ્રાફી માટે એક કેમેરો ખરીદ્યો હતો. જે કેમેરો ભાડે આપવા માટે તેના મિત્રે જૈનુલે OLX પર એડ મૂકી હતી. પહેલી જાન્યુઆરીએ ફરિયાદી પર ફોન આવ્યો હતો કે ઓએલએક્સ પર જાહેરાત જોઈને રાજેશભાઈ શાહ નામના વ્યક્તિએ તેના ઘરે પ્રસંગ હોવાથી કેમેરો ભાડે લઈ જવા માટે કહ્યું છે. થોડીવાર બાદ રાજેશભાઈ શાહનો ફરિયાદી પર ફોન આવ્યો હતો અને આ ગઠિયાએ ફરિયાદીને કેમેરો ભાડે લઈ જવા માટે કઈને ગેરંટી સ્વરૂપે આધારકાર્ડ અને લાઇસન્સની ઝેરોક્ષ આપી હતી. ગઠિયો પાંચ કલાક માટે કેમેરો ભાડે લઈ ગયો હતો જેનું કલાકનું રૂ. 500 રૂપિયા એડવાન્સ આપ્યું હતું.

આ પણ વાંચો: આ બેંક FD પર આપી રહી છે 7.5 ટકા વ્યાજ, ફટાફટ જાણી લો નવા દર

જોકે, પાંચ કલાક બાદ કેમેરો પરત ન આપી જતા ફરિયાદી અને તેના મિત્રે ગઠિયાએ આપેલા મોબાઇલ નંબર પર સંપર્ક કરતા ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી તેઓ આધારકાર્ડમાં દર્શાવેલ સરનામા પર તપાસ કરવા ગયા હતા. પરંતુ આ સરનામું તેઓને મળ્યું ન હતું. અવારનવાર મોબાઈલ નંબર પર સંપર્ક કરવા છતાં તેઓને કોઈ સંપર્ક થઇ શકયો ન હતો. જેથી ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: નવી દિલ્હી: પ્રેમ લગ્ન કરનારી મહિલાએ પતિની ચાકુ મારીને કરી હત્યા, બાદમાં ફેસબુક પર મૂકી પોસ્ટ

બીજા કિસ્સામાં હકીકત એવી છે કે ઠક્કરનગરમાં રહેતા જયદીપ પરમાર અભ્યાસ કરે છે. તેઓએ બે માસ પહેલા 25 હજારની મતાનો એક કેમેરો ખરીદ્યો હતો. તેનો વધુ ઉપયોગ ન રહેતા આ કેમેરો તેઓએ olx પર ભાડે આપવા જાહેરાત મૂકી હતી. જેથી રાજેશ શાહ નામના વ્યક્તિએ કેમેરા બાબતે ઇન્કવાયરી કરી હતી અને બાદમાં તેઓએ આ કેમેરો પાંચસો રૂપિયા એક દિવસના ભાડા પેટે લીધો હતો. રાજેશભાઈ શાહે તેમની ભાણીનો બર્થ ડે હોવાથી કેમેરો ભાડે માંગ્યો હતો. ફરિયાદી યુવકે આ કેમેરો તેઓને પણ ભાડે આપ્યો હતો. પરંતુ બાદમાં રાજેશભાઈ આ કેમેરો પરત કરવા ન આવતા ફરિયાદી યુવકે તેમનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ રાજેશભાઈનો ફોન બંધ આવતો હતો.

આ પણ જુઓ-

આ દરમિયાન ફરિયાદી યુવકના મિત્રને નારણપુરા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેમના કેમેરા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જેથી તેઓ નારણપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે કરણ સિસોદિયા નામના શખ્સની પોલીસે ફરિયાદી પાસે મુદ્દામાલ સાથે ઓળખ કરાવી હતી. આ શખ્સે અનેક લોકો પાસેથી કેમેરો ભાડે લેવાની વાત કરી કેમેરો મેળવી લઈ પરત ન આપી ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું હતું. નારણપુરા પોલીસે નારણપુરા, શાહપુર કૃષ્ણનગર સહિતના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી આરોપી બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
First published:

Tags: OLX, અમદાવાદ, ગુનો, ચોરી, પોલીસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો