Home /News /gujarat /અમદાવાદ 'પદ્માવત' મામલો, ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા

અમદાવાદ 'પદ્માવત' મામલો, ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા

અસામાજીક તત્વોને પકડી છોડી મુકનાર ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા...

અસામાજીક તત્વોને પકડી છોડી મુકનાર ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા...

    અમદાવાદમાં ફિલ્મ પદ્માવતના વિરોધમાં તોડફોડ અને બાઈક સળગાવવાના મામલે ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. તોડફોડ કરવા મામલે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક આરોપીને છોડી મૂકવા મામલે સેક્ટર ૧ના જેસીપીએ ત્રણેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા. આ ત્રણેય પોલીસ કર્મચારી સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

    ઉલ્લેખનીય છે કે, પદ્માવત ફિલ્મના વિરોધને લઈ કેટલાક અસમાજીક તત્વો દ્વારા અમદાવાદમાં હિંસા આચરવામાં આવી હતી. જેમાં હિમાલયા મોલ, પીવીઆર, જેવા સિનેમાની બહાર પાર્ક કરાયેલ વાહનો સળગાવી શહેરને અસામાજીક તત્વોએ રીતસરનું બાનમાં લીધુ હતું. કેટલાએ નિર્દોષ લોકોના વાહનો સળગાવાયા હતા, પબ્લીક પ્રોપર્ટીને નુકશાન કરાયું હતું, હિમાલયા મોલ સળગાવવામાં આવ્યો હતો. ત્યારે આવા અસામાજીક તત્વોને પકડી છોડી મુકનાર ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Padmavat, Person, Suspended, અમદાવાદ, પોલીસ`

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन