અમદાવાદ: શહેરનાં દરિયાપુર વિસ્તારનાં અપક્ષ ઉમેદવાર રાજુ મોમીન વિરુદ્ધ એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો 'શોલે' ફિલ્મનાં ક્લાઇમેક્સનો ડાઇલોગ છે. જેમાં એડિટિંગ કરીને વાઇરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે જે પણ અપક્ષ ઉમેદવાર રાજુ મોમીનને વોટ આપશે તેને જીવથી મારી નાખીશું.
આ વાઇરલ વીડિયો મામલે હાલમાં અપક્ષ ઉમેદવાર રાજુ મોમીને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. રાજુ મોમીનની ફરિયાદને આધારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી. આ ફિલ્મનાં ઓડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. જોકે આ છેડછાડ કોણે કરી છે તે સામે આવ્યું નથી. તેથી ક્રાઇમબ્રાન્ચમાં કોઇનાં વિરુદ્ધ આ ફરિયાદ નથી થઇ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly election 2017, Gujarat Election 2017, ગુજરાત, ચૂંટણી`