Ahmedabad News: અમદાવાદ: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ફિયાન્સ સાથે જઈ રહેલી યુવતીને પીછો કરી યુવતીનો (Girl) હાથ પકડી ખેંચીને તું કોની સાથે ફરે છે કહી તેના ફિયાન્સને ગાળો આપી છે. એટલું જ નહીં, છેલ્લા કેટલાય સમયથી આ યુવક યુવતીનો પીછો કરતો હતો. પરંતુ અગાઉ તેણે માફી માંગી લેતા યુવતીએ કોઈ પોલીસ (Ahmedabad Police) કાર્યવાહી કરી ન હતી.
જુના વાડજ વિસ્તારમાં રહેતી એક યુવતી જગતપુર રોડ પર આવેલી એક હોસ્પિટલમાં નોકરી કરે છે. એકાદ વર્ષ પહેલા તે જ્યારે નવા વાડજ ખાતે આવેલ એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી ત્યારે એક યુવક અવાર નવાર તેનો પીછો કરતો હતો.
જોકે તેણે યુવતીનો હાથ પકડવાની કોશિશ કરતા યુવતી એ તેને ઊભો રાખીને પીછો કરવા બાબતે પૂછતા તેણે માફી માંગી હતી. જેથી યુવતીએ કોઈ પોલીસ કાર્યવાહી કરી ન હતી. પરંતુ છેલ્લા વીસેક દિવસથી યુવતી જ્યારે નોકરીએથી ઘરે પરત ફરે ત્યારે આ યુવક તેનો પીછો કરતો.
ગઇકાલે યુવતી જ્યારે રાત્રીના નવેક વાગ્યાની આસપાસ તેના ફિયાન્સ સાથે બાઈક પર બેસીને ઘરે જઈ રહેલ હતી. ત્યારે આ યુવકે તેનો પીછો કર્યો હતો. જો કે યુવતી એ પીછો કેમ કરે છે તેમ કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો. યુવતીનો હાથ પકડી તું કોની સાથે ફરે છે. તેમ કહીને યુવતીના ફિયાન્સને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો.
જે અંગેની જાણ યુવતીએ તેના ભાઈને કરતા તે પણ ત્યાં આવી પહોંચ્યો હતો. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ચાંદલોડિયાના રહેવાસી હર મિદન સિંગ મદન નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર