અમદાવાદ : શહેરમાં (Ahmedabad) રખડતા ઢોરને (animals on road) કારણે અનેક લોકોના જીવ ગયા છે અને એનેક લોકોના અકસ્માત સર્જાયા છે. ત્યારે રાજ્યમાં પહેલી વખત જ અમદાવાદમાં પોલીસે (Ahmedabad Police) નો-કેટલ ઝોન (Ahmedabad No cattleZOne) જાહેર કર્યો છે. શહેર ટ્રાફિક પોલીસે પશ્ચિમ વિસ્તારના 10 વિસ્તારને પ્રાયોગિક ધોરણે નો-કેટલ ઝોન જાહેર કર્યા છે. એટલે કે હવે આ વિસ્તારોમાં પશુપાલક કે પશુના માલિક પોતાનું પશુ જાહેરમાં રખડતું મુકશે તો પોલીસ જાહેરનામા ભંગ બદલનો ગુનો નોંધી કાર્યવાહી કરશે.
રખડતા ઢોરના માલિકો સામે પોલીસ કરશે લાલા આંખ
શહેરના આશ્રમ રોડ, નવરંગપુરા, યુનિવર્સિટી, ઉસ્માનપુરા, એલીસબ્રિજ, ગુલબાઈ ટેકરા, લો ગાર્ડન અને નારણપુરા સહિતના વિસ્તારોને સાંકળતા વિસ્તારમાં નો-કેટલ ઝોન જાહેરનામું શનિવાર રાતે 12 વાગ્યાથી અમલી બની ચૂક્યું છે. આ વિસ્તારમાં ઢોર રસ્તે રઝળતા હશે તો માલિકોને ભારે પડી શકે છે. પોલીસ રખડતા ઢોરના માલિકો પર એફઆઈઆર નોંધશે.
પશુપાલકોએ આ અંગે કરવા પડશે જાણ
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડયું છે. જેમા જણાવાયું છે કે, જાહેરમાં રખડતા ઢોરનો ઉપદ્રવ કેટલાક સમયથી વધી ગયો છે. ભૂતકાળમાં આ પ્રકારે રખડતા ઢોરને કારણે માર્ગ અકસ્માતમાં વ્યક્તિઓના મૃત્યુ નિજપ્યા છે. રખડતા ઢોરના કારણે લોકોમાં ત્રાસ, ભયનું વાતાવરણ ઉભું થયું છે. આ પ્રકારના ભય અને ત્રાસને દૂર કરવા અને ઢોરને રખડતા કરવાની પ્રવતિને કાબુમાં લઈ માર્ગ અકસ્માત નિવારવા કાયમી નિરાકરણ લાવવું પણ જરૂરી છે.
અમદાવાદ શહેર હકુમત હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા તમામ ઢોરના માલિક ગોપાલકોએ 60 દિવસમાં તમામ ઢોરને મ્યુનિ. લગાડવામાં આવનાર ટેપ તથા ચીપ લગાવેલા ઢોરની માલિકી બદલાય તો તેની જાણ કરવાની રહે છે. એ જ રીતે ઢોરનું મરણ થાય તો તેની જાણ પણ તેના માલિકે મ્યુનિ.ને કરવાની રહે છે તેવા જાહેરનામા અમલમાં છે.
કેમ લેવો પડ્યો આ નિર્ણય?
આ સાથે જાહેર રસ્તાઓ પર ઢોર માટે ધાસચારો નાંખવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અમદાવાદમાં જાહેર સ્થળો તેમજ રસ્તા પર ઘાસચારાનું વેચાણ કરવા તેમજ ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રખડતા ઢોરને કારણે લોકોને શિંગડા મારવાથી નુકસાન થવાના બનાવો, ગંદકી, ભયજનક વાતાવરણ ઉભું કરવા, ટ્રાફિક ન્યુસન્સ અને ફૂલછોડ, પ્લાન્ટેશનને નુકસાનથી ગ્રીન-પેચ ડેવલપમેન્ટમાં મુશ્કેલી ઉભી થાય છે. આબાબતોને ધ્યાનમાં લઈને પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડના નીચે જણાવેલા વિસ્તારોને કેટલ ફ્રી એરિયા, નો-કેટલ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.