Home /News /gujarat /VIDEO: આખરે કેમ અમદાવાદમાં છતોને સફેદ રંગથી પેઈન્ટ કરવામાં આવે છે?

VIDEO: આખરે કેમ અમદાવાદમાં છતોને સફેદ રંગથી પેઈન્ટ કરવામાં આવે છે?

ગુજરાતના અમદાવાદમાં ગીચ વસ્તીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબોને પણ ગર્મીમાં રાહત મળવાની આશા છે. કાળઝાળ ગરમીમાં એક તરફ લોકો પરસેવાથી લથ્થર-પથ્થર થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના નગરનિગમ પ્રશાસને ગરીબોને ગર્મીમાંથી રાહત અપાવવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે.

ઝુંપડપટ્ટીમાં મોટાભાગના લોકોના ઘરની છત લોખંડ-સિમેન્ટના પતરાની બનેલી હોય છે, જેના કારણે ઘરની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ વધારે રહે છે. અમદાવાદ નગર નિગમે એક પહેલ શરૂ કરી ઝુંપડ પટ્ટી કે ચાલીમાં રહેતા લોકોને ગર્મીમાંથી રાહત અપાવવા માટે પતરાની છતોને સફેદ રંગથી પેઈન્ટ કરવાનું શરૂ કર્યું છે. પતરા પર લગાવવામાં આવી રહેલ આ માત્ર એક સફેદ પેઈન્ટ જ નથી. આ સુરજની ગરમીથી બચવા માટેનો એ ઉપાય છે, જેનો ઉપયોગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે અમદાવાદમાં ખુબ ગરમી પડે છે. ઝુંપડપટ્ટી કે ચાલીમાં રહેતા લોકો લોખંડના કે સિમેન્ટના પતરાવાળા ઘરમાં રહેતા હોય છે. આવામાં કાળજાળ તડકાના કારણે છત ગરમ થવાથી લોકો પરેશાન થઈ જાય છે. જેથી કોર્પોરેશન દ્વારા સ્લમ વિસ્તારમાં પતરાની છત પર સફેદ રંગ લગાવવામાં આવી રહ્યો છે. કોર્પોરેશનની આ પહેલથી ઝુંપડપટ્ટી-ચાલીમાં રહેતા લોકો ઘણા ખુશ છે. અને તેમનું કહેવું છે કે, સફેદ રંગ લાગ્યા બાદ તેમને ગરમીથી થોડી રહાત મળશે.

તમને જણાવી દઈએ કે સફેદ રંગ રિફ્લેક્ટરનું કામ કરે છે અને તેનાથી ઘરને ઠંડુ રાખવામાં મદદ મળે છે. વૈજ્ઞાનિકોના મતે ડાર્ક રંગની છત ખુબ ઝડપી ગરમ થઈ જાય છે. જ્યારે છતો પર સફેદ પેઈન્ટ અથવા પીઓપી કરવાથી ગરમીનો પ્રબાવ ઓછો થઈ જાય છે. જ્યારે સફેદ પેઈન્ટ વાળા ઘરની અંદર 70 થી 80 ટકા ઓછી ગરમી લાગે છે. ગર્મી ઓછી લાગે તો લોકો બિમાર પણ ઓછા પડે છે. કોર્પોરેશનનું કહેવું છે કે, શહેરમાં દર વર્ષે ગરમીના કારણે અનેક લોકો બિમાર પડી જાય છે. એટલા માટે કોર્પોરેશને તકેદારીનું પગલું ભર્યું છે.
First published:

Tags: અમદાવાદ

विज्ञापन
विज्ञापन