ન્યૂઝ 18 ગુજરાતી: રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂવાતથી જ ગરમીએ જોર પકડ્યું છે. જેથી લૂ લાગવાનાં કેસમાં વધારો થયો છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યની સેવા 108 એમ્બ્યુલન્સ ઉપર આવતા કોલમાં પણ વધારો થયો હતો. મળતી માહિતી પ્રમાણે રાજ્યભરમાં એક જ દિવસમાં 460 કોલ આવ્યા હતા. જ્યારે અમદાવાદમાં 110 કોલ આવ્યા છે. શુક્રવારે આ પરિસ્થિતિમાં મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય ખાતા દ્વારા કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોના વડા સાથે મિટીંગ યોજી હતી. જેમાં નાગરિકોમાં એક એડવાઇઝરી ઇશ્યુ કરવામાં આવી હતી. જે પ્રમાણે ગરમીનો પારો જો ઊપર જાય તો અનેક મહત્વનાં નિર્ણયો લેવાયા છે. જેમકે જયારે ગરમીનો પારો 43 ડિગ્રી ઉપર જાય એટલે રેડ એલર્ટ આપવામાં આવે ત્યારે માત્ર એડવાઈઝરી ઈસ્યુ નહીં કરતા કોર્પોરેશન દ્વારા હાઈ રિસ્ક એરીયામાં પૂરતુ પીવાનુ પાણી સપ્લાય કરે. જેમાં ખાસ કરીને,એએમટીએસ સ્ટેન્ડ, એસ.ટી સ્ટેન્ડ સહિત જયાં પબ્લિકની ખૂબ જ અવરજવર હોય ત્યાં પૂરતુ પાણી કોર્પોરેશન જ પહોંચાડે તેવુ આયોજન કરે તેવું કહેવામાં આવ્યું છે.
ગરમીનો પ્રકોપ ઓછો થશે
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તર પશ્ચિમી સૂકા પવનની અસર હેઠળ હિટવેવના કારણે દિવસ દરમિયાન લોકો ગરમીનો પ્રકોપ સહન કરી રહ્યાં છે. ત્યારે શુક્રવારથી પવનની દિશા બદલાવાની સાથે મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સાથે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. શનિવારે એટલે આજે અને ત્યારબાદ 4-5 દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોનું તાપમાન 40થી 42 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
બાળકો, મહિલાઓ અને વૃદ્ધોએ જો જરૂર ન હોય તો બપોરે બહાર ન નીકળવું સલાહભર્યું છે. આમ છતાં જો કોઈ વ્યક્તિને લૂ લાગે તો તુરંત જ નજીકના હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ. લૂ લાગવાના કેસમાં દર્દીના શરીરમાંથી પાણી ઘટી જાય છે.
અમદાવાદમાં યલો એલર્ટ એટલે 41થી 43 ડિગ્રી ગરમી સામાન્ય છે. મ્યુનિ.ની મિટિંગમાં થયેલી ચર્ચા મુજબ આ એલર્ટ આપવામાં આવે ત્યારે માત્ર નાગરિકો માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવશે. ગરમીથી બચવા શું કરવું તે કહેવાશે.
ઓરેન્જ એલર્ટ (43.1 થી 44.9 ડિગ્રી )
ગરમીનો પારો 43.1 ડિગ્રી થી 44.9 ડિગ્રીની વચ્ચે હશે ત્યારે કોર્પોરેશન હાઈ રિસ્ક એરિયામાં પીવાનું પાણી પુરું પાડશે. સામાન્ય દિવસો કરતા પરબની સંખ્યા વધારાશે ઉપરાંત સંસ્થાઓને સાથે રાખી છાશનું વિતરણ કરવામાં આવશે.
રેડ એલર્ટ (45 કે તેથી વધુ ડિગ્રી)
જયારે ગરમીનો પારો 45 ડિગ્રી કે તેથી વધુ હોય ત્યારે શહેરની તમામ બાંધકામ સાઈટો બપોરે બારથી પાંચ વાગ્યા દરમિયાન ફરજિયાત બંધ કરાવવામાં આવશે. આ ઉપરાંત શાળાઓને પણ આ દિવસે બંધ કરાવવા સુધીનો વિચારણા કરાશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર