Home /News /gujarat /

BRTS ટ્રેકમાં કાર હંકારતા કોર્પોરેટર ઝડપાયા, પોલીસે પકડાવ્યો રૂ. 1000નો મેમો

BRTS ટ્રેકમાં કાર હંકારતા કોર્પોરેટર ઝડપાયા, પોલીસે પકડાવ્યો રૂ. 1000નો મેમો

પોલીસે કોર્પોરેટરને ફટકાર્યો એક હજાર રૂપિયાનો દંડ

વિરાટનગરના મ્યુનીસિપલ કાઉન્સિલર રણજીત બારડ એએમસી ઓફિસ પાસેના બીઆરટીએસ ટ્રેકમાં કાર ચલાવી રહ્યાં હતાં

અમદાવાદ: જો હવે તમે બીઆરટીએસ કોરીડોરમાં વાહન હંકાવ્યું છે તો ખેર નથી. કારણ કે પાંજરાપોળ બીઆરટીએસના અકસ્માતમાં બે નિર્દોષ ભાઇઓએ જીવ ગુમાવ્યા બાદ હવે ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓની આંખ ખુલી છે. અને બીઆરટીએસ કોરીડોરમાં વાહન ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.

આજે સવારથી ટ્રાફિક પોલીસની અલગ અલગ ટીમો આ ડ્રાઇવની શરૂઆત કરી હતી. જો કે મોડી સાંજે ટ્રાફિક પોલીસ ખમાસા પાસે કાર્યવાહી કરી રહ્યા હતાં તે દરમિયાન વિરાટનગરના મ્યુનીસિપલ કાઉન્સિલર રણજીત બારડ એએમસી ઓફિસ પાસેના બીઆરટીએસ ટ્રેકમાં કાર ચલાવી રહ્યાં હતાં. તે દરમિયાન ટ્રાફિક પોલીસએ તેઓને રોકીને તેમને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો.

જો કે કાઉન્સીલર રણજીત બારડએ આરોપ લગાવ્યો હતો કે પોલીસે તેમની સાથે ગરવર્તણુક કરી છે. જ્યારે પોલીસ મેમો બનાવી રહ્યા હતાં ત્યારે મેમોમાં કારનો નંબર GJ27BL7171 ને બદલે GJ-01FX-7171 લખ્યો હતો. જેથી રણજીત બારડએ તેઓને નંબર સાચો લખવાની જાણ કરતાં જ તેઓ ઉશ્કેરાઇ ગયા હતાં અને તેમની સાથે ગેરવર્તણુક કરી હતી. રણજીત બારડનું કહેવું છે કે આ અંગે તેઓ ઉચ્ચ પોલીસ અધિકારીને પણ જાણ કરશે.

જ્યારે મહત્વની બાબત તો એ કહેવાય કે, રણજીત બારડ પ્રજાના પ્રતિનિધી છે. જેઓ કાયદાનું પાલન કરે તે તમામ લોકોની અપેક્ષા હોય છે પરંતુ જ્યારે પ્રજાના પ્રતિનિધી જ જો કાયદાની ઐસી કી તૈસી કરતા હોય ત્યારે આમ જનતા પાસે શું અપેક્ષા રાખવી. બીઆરટીએ સેવાની શરૂઆત થઇ ત્યારથી જ બીઆરટીએસ ટ્રેકમાં ખાનગી વાહન ચાલકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. જોકે તેમ છતાં લોકો આ ટ્રેકમાં વાહન ચલાવતા હોય છે.

અનેક વખત કોર્પોરેશન તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા તેઓની સામે માત્ર ગણતરીના દિવસો માટે દેખાડારૂપ કાર્યવાહી કરીને સંતોષ માની લીધો છે. અને ત્યારબાદ પરિસ્થિતિ જૈસી થી જેવી થઇ જાય છે. ત્યારે હવે રહી રહીને જાગેલ તંત્રની આ કામગીરી કેટલા દિવસ સુધી અસરકારત્મક રહે છે તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે, આજે બીઆરટીએસમાં વાહન ચલાવનારા લોકો સામે ડ્રાઈવ ચાલી રહી હતી તે, સમયે એક આઈએએસ અધિકારીની કાર પણ બીઆરટીએસ ટ્રેકમાં આવતા પોલીસે રૂપિયા 1000નો દંડ ફટકાર્યો હતો.
Published by:kiran mehta
First published:

Tags: અમદાવાદ મહાનગરપાલિકા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन