Home /News /gujarat /

હવે અમદાવાદમાં પાણીના પાઉચ અને ચાના કપ પર પ્રતિબંધ

હવે અમદાવાદમાં પાણીના પાઉચ અને ચાના કપ પર પ્રતિબંધ

    વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક સારો નિર્ણય લેતા પાણીના પાઉચ, ચાના પ્લાસ્ટિકના કપ અને પાન મસાલા માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના રેપર પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાના ઉદેશ્ય સાથે આ પ્રતિબંધ લગાવ્યો છે. આ અંગેની જાહેરાત અમદાવાદના મેયર ગૌતમ શાહે કરી હતી. અમદાવાદ પહેલા 4થી જુલાઈના રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીના પાઉચ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ સંદર્ભે આજે રાજકોટમાં ઠેક ઠેકાણે દરોડા પાડીને પાણીના પાઉચ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    અમે પ્લાસ્ટિકના વિરોધી નથી: રૂપાણી

    વિશ્વ પર્યાવરણ દિવસ પર રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્લાસ્ટિક ઝુંબેશને લઈને સરકારનો પક્ષ મૂક્યો હતો. હાલ રાજ્યમાં પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય તે માટે સરકાર પ્રયાસરત છે. આ માટે સરકારે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.  તો રાજકોટમાં વિશ્વ આરોગ્ય દિવસની પૂર્વ સંધ્યાએ પાણીના પાઉચ પર બેન મૂકી દેવામાં આવ્યો છે.

    રૂપાણીએ જણાવ્યું હતું કે, "અમે પ્લાસ્ટિકના વિરોધ નથી, પરંતુ નબળા પ્લાસ્ટિકને કારણે અનેક સમસ્યાઓ થઈ રહી છે. પીવાના પાણીની બોટલ તેમજ પેક્ડ બોટલોનો પુનઃ ઉપયોગ થાય તે માટે ગુજરાતભરમાં મશીનો મૂકવામાં આવશે.

    હાલમાં જે બોટલોના 15 કે 25 પૈસા મળે છે તેનો એક રૂપિયો મળશે. આ કારણે ગરીબોને વધારે પૈસા મળશે. રાજ્યમાં પાંચ કરોડથી વધારે બોટલોનો ઉપયોગ થાય છે. રાજ્યમાં 50 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકનું કોઈ પણ સ્વરૂપે ઉત્પાદન
    ન થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં એર પોલ્યુશન ઘટે તે માટે સરકારે એક કમિટિની રચના કરી છે."

    ગુજરાતમાં દરરોજ 45 લાખ લીટર દૂધનો ઉપયોગઃ નીતિન પટેલ

    આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં દરરોજ 45 લાખ લીટર દૂધનો ઉપયોગ થાય છે. આ માટે પ્લાસ્ટિકના પાઉચનો ઉપયોગ કરવામાં આવે છે. પીવાના પાણી માટે પણ પ્લાસ્ટિકના પાઉચનો ઉપયોગ
    કરવામાં આવે છે. આપણે ત્યાં કોઈ પણ સામાજિક પ્રસંગની શરૂઆત સ્વચ્છતા સાથે થાય છે પરંતુ તેનો અંત ખૂબ જ અસ્વચ્છ હોય છે. અમદાવાદના પીરાણા ખાતે કચરાનો ઢગ પર્વત જેવડો થઈ ગયો છે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: World Environment Day, અમદાવાદ મહાનગરપાલિકા, એએમસી, પ્રતિબંધ, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन