Home /News /gujarat /પાર્કિંગ સુવિધા ન હોવાથી અમદાવાદની પ્રસિદ્ધ ખાઉગલી પર કોર્પોરેશને ફેરવી દીધું બુલડોઝર
પાર્કિંગ સુવિધા ન હોવાથી અમદાવાદની પ્રસિદ્ધ ખાઉગલી પર કોર્પોરેશને ફેરવી દીધું બુલડોઝર
લો ગાર્ડન ખાતે દબાણ હટાવ ઝુૂંબેશ
અત્યાર અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. પોલીસ લોકોને ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ ફટકારે છે.
અત્યાર અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. પોલીસ લોકોને ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ ફટકારે છે. આદેધડ કરાતા પાર્કિંગને લઇને પણ ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. આજે અમરાઇવાડી ખાતે આવેલી ટોરન્ટની ઓફિસમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાને કારણે કોર્પોરેશને તેને સીલ મારી દીધું હતું. એટલું જ નહીં લો ગાર્ડના પાસે આવેલી ખાઉ ગલી પર કોર્પોરેશન બુલડોઝર ફેરવી દીધું હતું. આ ગલીને એક મહિના પહેલા એફએસએસઆઈએ દેશની બીજા નંબરની સૌથી સ્વચ્છ સ્ટ્રીટનો એવોર્ડ આપ્યો હતો.
ટ્રાફિક પોલીસ માત્ર વાહન ચાલકો સામે જ લાલ આંખ કરી રહી છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ટ્રાફિકના મુદ્દે પોલીસને સાથ આપી રહી છે. અમદાવાદ કોર્પોરેશન એવા એવા એકમો જેના કારણે રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા સર્જાય તેમને પણ સીલ મારવાની કામગીરી શરૂ કરી છે. સાથે સાથે રસ્તા ઉપર દબાણની જગ્યા ઉપર ખુલેલી હાટડીઓ ઉપર પણ બુલડોઝર ફેરવવાની કામગીરી ચાલી રહી છે.
અમરાઇવાડી વિસ્તારની
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આવેલી ટોરેન્ટની ઓફિસના કારણે વાહન ચાહકો આડેધડ પાર્કિંગ કરતા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી હતી. ટોરેન્ટની આ ઓફિસમાં પાર્કિંગની સુવિધા ન હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વધારે થતી હતી. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે બુધવારે સવારે કાર્યવાહી હાથધરીને ટોરેન્ટની ઓફિસને સીલ મારી દીધી હતી.
બીજી તરફ રસ્તા ઉપર દબાણની જગ્યાએ ખુલેલી હાટડીઓ ઉપર પણ કોર્પોરેશનને લાલ આંખ કરી છે. બુધવારે સવારે એએમસીએ લો ગાર્ડન વિસ્તારમાં દબાણ હટાવો કામગીરી હાથધરાઇ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે લો ગાર્ડન વિસ્તારમાં આવેલા ખાણીપીણી બજારમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા. ખાણીપીણીની હાટડીઓ દ્વારા ગેરકાદેસર ઊભા કરવામાં આવેલા શેડ ઉપર એએમસીએ બુલડોજર ફેરવી દીધું હતું. ખાણીપીણી બજારમાં બનાવેલા તમામ ગેરકાદેશ શેડને તોડી પાડ્યા હતા.