Home /News /gujarat /

અમદાવાદ: સાસરિયાએ દીકરીની હત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ

અમદાવાદ: સાસરિયાએ દીકરીની હત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ

પરિણીતાની ફાઇલ તસવીર

આ પરિણીતાનું બે મહિના પહેલા જ લગ્ન થયું હતું. તેનો પતિ પોલીસમાં જ ફરજ બજાવે છે.

    ભાવિક મેહતા,અમદાવાદ: અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં પરિણીતાની મોત નીપજી છે જેમાં તેના પરિવારે સાસરિયા પર હત્યાનો આક્ષેપ લગાવ્યો છે. આ મામલામાં શાહપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં શાહપુરનાં હલીમની ખડકી પાસે પરિણીતાનું મોત નીપજ્યું છે. આ પરિણીતાનું બે મહિના પહેલા જ લગ્ન થયું હતું. તેનો પતિ પોલીસમાં જ ફરજ બજાવે છે. મહિલાના પરિવારનું કહેવું છે કે અમારી દીકરીને અવારનવાર તેના સાસરિયા ત્રાસ આપતાં હતાં. તેનાં મરવા પાછળ તે લોકોનો જ હાથ છે.

    આ પણ વાંચો: પતિ તેની પત્નીને ઘરમાં પણ બુરખો પહેરાવતો, કરતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

    આ મામલે શાહપુર પોલીસે ઘટનાનો ગુનો નોંધીને વઘુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિણીતા પક્ષના પરિવાર અને સાસરિયા પક્ષનાં લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Domestic violence, Family court, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन