Home /News /gujarat /સામે દેખાતી ભાભીને ફિલ્મી હીરોની જેમ ઈશારા કરી યુવકે માંગ્યો નંબર, પછી જે થયું તે...

સામે દેખાતી ભાભીને ફિલ્મી હીરોની જેમ ઈશારા કરી યુવકે માંગ્યો નંબર, પછી જે થયું તે...

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: શહેરનાં દાણીલીમડા માં રહેતી 25 વર્ષીય યુવતી ના ઘરની સામે એક ઓફિસ આવેલી છે. થોડા દિવસ પહેલા ઓફિસ ધરાવનાર નો 26 વર્ષનો દીકરો બીભત્સ ઈશારા કરતો હતો. પોતાની ઓફિસમાં ઉભા રહી સામે યુવતી ઉભી હતી તેને મોબાઈલ બતાવી નંબર માંગી બીભત્સ ઈશારા કરતો હતો.

વધુ જુઓ ...
    અમદાવાદ: શહેરમાં ફરી એક વખત મહિલાઓ અસુરક્ષિત હોવાની ઘટના બની છે. એક યુવતી તેના ઘરે હાજર હતી ત્યારે સામે ઓફિસ ધરાવનાર વ્યક્તિના પુત્રએ તેને બીભત્સ ઈશારા કરી ફોન બતાવી નંબર માંગ્યો હતો. યુવતીએ આ બાબતે પતિને વાત કરતા તેનો પતિ ત્યાં ગયો તો બબાલ થઈ હતી. બીજા દિવસે આ શખ્સે તેના પિતા અને ભાઈ સાથે મળી મારામારી કરી યુવતીનાં પતિને છરી મારી હતી જે બાદ આ મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો છે. અને દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    શહેરનાં દાણીલીમડા માં રહેતી 25 વર્ષીય યુવતી ના ઘરની સામે એક ઓફિસ આવેલી છે. થોડા દિવસ પહેલા ઓફિસ ધરાવનાર નો 26 વર્ષનો દીકરો બીભત્સ ઈશારા કરતો હતો. પોતાની ઓફિસમાં ઉભા રહી સામે યુવતી ઉભી હતી તેને મોબાઈલ બતાવી નંબર માંગી બીભત્સ ઈશારા કરતો હતો. આ વાત યુવતીએ તેના પતિને કરતા તેનો પતિ આ યુવકને સમજાવવા ગયો હતો. જેને લઈને આ શખ્સ અને યુવતીના પતિ વચ્ચે બોલાચાલી થઈ હતી.

    આ પણ વાંચો-અમદાવાદ: મારો વર એક સાથે બે પ્રેમિકાઓ સાથે સંબંધ રાખે છે અને મારાથી અલગ સુવે છે - પત્નીએ નોંધાવી ફરિયાદ

    બીજે દિવસે આ યુવતીનો પતિ ત્યાંથી પસાર થતો હતો તે સમયે આ શખ્શે કાલે કેમ ઓફિસે આવીને બબાલ કરતો હતો કહીને ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન યુવતી પણ ત્યાં ગઈ તો શખ્શે યુવતીના પતિને માર મારવાનું શરૂ કરી દીધું હતું. એટલામાં જ શખ્શે પેન્ટમાંથી છરી કાઢી બરડા અને છાતીનાં ભાગે ઘા મારી દીધા હતા.
    " isDesktop="true" id="1199967" >

    શખ્સનાં પિતા અને અન્ય લોકો પણ આવી ગયા અને યુવતીનો ભાઈ તથા અન્ય લોકો ભેગા થઈ જતા આ શખ્સ સહિતના લોકો ત્યાંથી ભાગી ગયા હતા. જેથી ઇજાગ્રસ્ત પતિને યુવતી સારવાર માટે વીએસ લઈ ગઈ જ્યાં પોલીસને જાણ કરાતા દાણીલીમડા પોલીસે આ મામલે બીભત્સ ઈશારા કરનાર શખ્સ તેના ભાઈ અને પિતા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Crime news, અમદાવાદ ક્રાઇમ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો